શ્રી રાજશક્તિ ડેરી ફરસાણ સ્વીટ માર્ટની સ્વીટ ખાવાલાયક નથી: આરોગ્ય વિભાગના દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
શહેરના સાહેબ લચ્છી એન્ડ ગોલાવાલાના ગોલા અને શ્રી રાજશક્તિ ડેરી ફરસાણ સ્વીટ માર્ટની સ્વીટ ખાવાલાયક નથી. રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જ્યુબેલી મેઇન રોડ, પોલીસ ચોકી સામે આવેલી સાહેબ લચ્છી એન્ડ ગોલાની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરી ગ્રાહકોને વેચાણ કરતાં ગોલામાં ઉપયોગમાં લેવાતા વાસી માવાનો જથ્થો મળી આવ્યો છે. અંદાજીત 10 કી.ગ્રા. વાસી માવાનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ જંકશન પ્લોટ, શેરી નં.5/9 કોર્નર પાસે શ્રી રાજશક્તિ ડેરી ફરસાણ સ્વીટ માર્ટની તપાસ કરતા પેઢીમાં ગ્રાહકોને વેચાણ માટે સંગ્રહ કરેલ બેકરી પ્રોડ્કટ- રસપટ્ટીનો એકપાયરી થયેલી અંદાજીત 35 કી.ગ્રા. જથ્થો સ્થળ પર જઠખ વિભાગના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના વાવડી ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 21 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્ય ચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના વાવડી ગામ વિસ્તારમાં આવેલા શ્રીજી પ્રોવિઝન સ્ટોર, રાજ ચામુંડા ડેરી ફાર્મ, પટેલ ડેરી ફાર્મ, શિવ ડેરી જનરલ સ્ટોર, સુમરા પ્રોવિઝન સ્ટોર, ૠઉં 3 ફેન્સી ઢોસા, બાલાજી જનરલ સ્ટોર, રઘુનંદન જનરલ સ્ટોર, શિવ ફાર્મસી, ઉમા ફ્લોર મીલ, મોગલ કોલ્ડ્રિંક્સ, લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર, બાલાજી કોલ્ડ્રિંક્સ, રામદેવ નાસ્તા હાઉસ, ઉમિયાજી ડેરી ફાર્મ, ખોડિયાર ડેરી ફાર્મ, મોવૈયા આઇસ્ક્રીમ, પટેલ પ્રોવિઝન સ્ટોર, લક્ષ્મી કિરાણા, દેવ પાણીપૂરી અને ભાગ્યલક્ષ્મી ફરસાણને લાઈસન્સ મેળવવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ ઉનાળાની સિઝનને અનુલક્ષીને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કેરીના રસના કુલ 5 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં શ્રી સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ, મેઘમિલન ડેરી પ્રોડકટ્સ, નવરંગ સિઝન સ્ટોરને ત્યાં કેરીના રસના નમૂના લેવામાં આવ્યા હતા.