સહકારી સંસ્થાઓ સર્વસમાવેશક, ગુણવત્તાસભર અને વૈશ્ર્વિક કક્ષાની સેવાઓ વિકસાવે: સતીષજી મરાઠે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સહકાર ભારતી રાજકોટ દ્વારા સહકાર સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સહકાર ભારતીના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ઉદયજી જોશી, અખિલ ભારતીય સંગઠન મંત્રી સંજયજી પાચપોર અને સહકાર ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા વર્તમાનમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર સતીશજી મરાઠેએ પ્રેરણાદાયી વ્યાખ્યાનો આપ્યા હતા. આ સહકાર સંવાદમાં રાજકોટની બધી જ અર્બન કો-ઓપરેટિવ બેન્કના પ્રતિનિધિઓ, રાજકોટની પ્રતિષ્ઠિત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ, મંત્રીઓ ઉપરાંત જામનગર, જુનાગઢ, અને મોરબીથી પધારેલા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સહકાર ભારતીના ચારેય વિભાગીય (ઝોન) એકમોના પદાધિકારીઓએ સન્માન કર્યું હતું. પ્રાસ્તાવિક વ્યાખ્યાનમાં સંજયજી પાચપોરે સહકાર ભારતીના રાષ્ટ્રીય સ્વીકૃતિ અને વિકાસની વાતો કરી હતી. પૂરા ભારતની અંદર આજે સહકાર ભારતીના એકમોની સ્થાપના થઈ છે. ફક્ત લક્ષદીપ અને પોંડીચેરી બે કેન્દ્રશાસિત વિસ્તારોમાં એકમોને સ્થાપના નથી થઈ પરંતુ સંપર્ક અવશ્ય થયો છે અને ત્યાં સહકારી મંડળીઓની સ્થાપનાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
સહકાર ભારતી દ્વારા રાષ્ટ્રના દરેક તાલુકા-તહેસીલમાં કામ કરતી સહકારી મંડળીઓ, પેક્સ તથા સેવા મંડળીઓની સંસ્કારીત કરવાનુ અભિયાન ચાલે છે અને અંદરોઅંદર સ્પર્ધા ટાળવા નવા ક્ષેત્રોમાં નવી સહકારી મંડળીઓ સ્થાપવા, આજીવન કાર્યકર્તાઓ, સંગઠન મંત્રી તરીકે સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓનું ઘડતર કરી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ઉદયજી જોશી સહકાર ભારતીના સત્તર વર્ષ સુધી મહામંત્રી તરીકે સેવા આપી આ વર્ષથી પ્રમુખની દાયિત્વ સ્વીકારેલું છે.
સહકાર મંત્રાલય દ્વારા ગ્રામીણ સ્તર પર પેક્સ, ક્રેડિટ સોસાયટીઓ, શહેરી ક્ષેત્રોમાં અર્બન બેંકો તથા જિલ્લા કો-ઓપરેટીવ બેંકોના જુના બંધનો દૂર કરી કાયદાકીય પુનર્ગઠન કરવામાં આવ્યું, વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શકતા લાવવા એક જ પેટા કાયદો, તે પણ ઓનલાઇન કરી દીધો છે.
મંડળીઓના ધિરાણના સીમિત દાયરામાંથી બહાર લાવી કાર્યક્ષેત્ર વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું. અર્બન કો-ઓપરેટીવ બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓના ડિપોઝિટનું ઇન્સ્યોરન્સ માટે ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઉઈંઈ બનાવ્યું છે.