સ્થાપના દિનની પૂર્વસંઘ્યાએ ’મુનિમજી’ સોફ્ટવેરનું ડેમોસ્ટ્રેશન અને અઈં પર પ્રશિક્ષણ શિબિર: સમગ્ર ગુજરાતમાં 100થી વધુ સ્થળોએ ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત અને સહકારી ક્ષેત્રનું વિશાળ સંગઠન ’સહકાર ભારતી’ આગામી 11 જાન્યુઆરીએ પોતાનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યું છે.
સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે રાજકોટ મહાનગર દ્વારા રવિવારે એક જ દિવસે શહેરના વિવિધ 6 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂર્વે 10 જાન્યુઆરીએ સહકારી મંડળીના કર્મચારીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) અને એકાઉન્ટિંગ સોફ્ટવેર અંગે ખાસ પ્રશિક્ષણ શિબિર યોજાશે.
શનિવારે યોજાનાર શિબિરમાં આઈ.ટી. હેડ યતીનભાઈ ઉપાધ્યાય સહકારી વ્યવસ્થાપનમાં અઈં ના મહત્વ વિશે વ્યાખ્યાન આપશે. સાથોસાથ ગુજરાતની પ્રખ્યાત “મુનિમજી” ક્રેડિટ સોસાયટી સોફ્ટવેરનું લાઈવ ડેમોસ્ટ્રેશન પંકજભાઈ ડોડીયા અને દીપકભાઈ પટેલ દ્વારા આપવામાં આવશે, જે ડિરેક્ટરો અને કર્મચારીઓ માટે ઉપયોગી સાબિત થશે.
1979માં લક્ષ્મણરાવ ઈનામદાર દ્વારા સ્થાપિત સહકાર ભારતી આજે દેશના 27 રાજ્યોમાં કાર્યરત છે. રાજકોટમાં ડો. એન. ડી. શીલુ, જયેશભાઈ સંઘાણી અને તેમની ટીમ આ સ્થાપના દિનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. આ ઉજવણી દ્વારા સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા પંચ પરિવર્તનોનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવશે.
રવિવારે રાજકોટમાં 6 સ્થળોએ મુખ્ય કાર્યક્રમો
11 જાન્યુઆરીના રોજ રાજકોટની વિવિધ સહકારી સંસ્થાઓમાં સવારે 10 વાગ્યાથી કાર્યક્રમોનો પ્રારંભ થશે
રાજકોટ નાગરિક સહકારી બેંક (150 ફૂટ રિંગ રોડ): આરએસએસના આશિષભાઈ શુક્લનું વ્યાખ્યાન.
- Advertisement -
વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક: કિશોરભાઈ મુગલપરાનું ઉદ્બોધન.
અપના બજાર (બાલાજી મંદિર સામે): પ્રદેશ ઉપાધ્યક્ષ નયનાબેન મકવાણાનું માર્ગદર્શન.
રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક: ડો. નવીનભાઈ શેઠનું વ્યાખ્યાન.
શ્રી શારદામણી મહિલા મંડળ: મહિલા પ્રકોષ્ઠ દ્વારા સાંજે 5 વાગ્યે વિશેષ કાર્યક્રમ.
શિવધામ હાઉસિંગ સોસાયટી: નરેન્દ્રભાઈ દવેના વ્યાખ્યાન સાથે હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારોનો કાર્યક્રમ.



