ખીજડિયા પાસે નવજાત બાળકી મળી આવી હતી
સગીરવયની માતા અને તેના માતા-પિતાની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણાના જણાવ્યા મુજબ, પડધરીના નાના ખીજડિયા ગામ ખાતેથી મળી આવેલ નવજાત બાળકી અંગે ફરિયાદ નોંધી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલીક હકીકત સામે આવી છે અને તેના આધારે બાળકીને જન્મ આપનાર તેની સગીરવયની માતા અને તેના માતા-પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાળકીને જન્મ આપનાર સગીરા ખામટા ગામની ખેત મજૂરી કરતા પરિવારની તરુણી હોવાનું સામે આવ્યું હતું અને સગીરાએ બાળકીને જન્મ આપતા આવતા દિવસોમાં લગ્ન કરાવવામાં સમાજમાં મુશ્કેલી ન થાય માટે માતા-પિતાએ સાથે મળી બાળકીને ત્યજી દેવા નિર્ણય કર્યો હોવાની કબૂલાત બાળકીના માતા-પિતા દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવી છે.


