અગાઉ અગ્નિકાંડ બાદ અને બોગસ મિનિટ્સ બુકના કેસમાં મળી હતી રાહત
આવક કરતા 28 કરોડથી વધુ સંપત્તિ મળી આવતા ACB દ્વારા ગુનો નોંધાયો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના તત્કાલીન TRP મનસુખ સાગઠીયાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યા બાદ હવે અઈઇ કેસમાં પણ રાહત મળી છે 25મેં 2024ના રોજ બનેલી ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં 27 નિર્દોષના મૃત્યુ થયા બાદ મનસુખ સાગઠીયા સામે અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારથી જેલવાસ ભોગવી રહ્યા છે અગ્નિકાંડ બાદ અઈઇની તપાસમાં સાગઠીયા પાસે 28 કરોડથી વધુ અપ્રમાણસર મિલ્કત મળી આવતા ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ તપાસમાં ઊઉએ પણ ઝંપલાવ્યું હતું.
રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમઝોનના અગ્નિકાંડમાં 27 લોકોના મોત કેસમાં પોલીસે ગુનો નોંધી 15 આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં અગાઉ મનસુખ સાગઠીયા સહિત 8 આરોપીઓને કોર્ટે જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. જો કે મનસુખ સાગઠીયા વિરુદ્ધ અઈઇમાં 28 કરોડથી વધુ અપ્રમાણસર મિલ્કત કેસમાં તે જેલમાં બંધ હતા ગઈકાલે કોર્ટ દ્વારા અઈઇ કેસમાં જામીન મંજુર કરવામાં આવ્યા છે રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ અને ઝછઙ ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા સામે લાંચ રૂશ્વત વિરુધી બ્યુરો દ્વારા પ્રાથમિક તપાસ દરમ્યાન 10.55 કરોડથી વધુની અપ્રમાણસર મિકલતનો ગુન્હો રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રસ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા-2018)ની કલમ 13(1)(બી), 13(2) મુજબ ગુન્હો તા.19.6.2024ના રોજ સરકાર તરફે દાખલ કર્યો હતો. સાગઠીયાએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ભ્રષ્ટાચારથી નાણા મેળવી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટીએ સાબિત થયું હતું.
- Advertisement -
અઈઇએ જાહેર કરેલા આરોપીની વિવિધ મિલકતોની યાદી
1. જય બાબારી પેટ્રોલ પંપ – સોખડા તા.જીરાજકોટ
2. ઈન્ડસટ્રીયલ ગોડાઉન-3 – સોખડા તા.જી. રાજકોટ
3. જય બાબારી પેટ્રોલ પંપ – ગોમટા તા.ગોંડલ
4. હોટલ અન્ડર કનસ્ટ્રકશન – ગોમટા તા.ગોંડલ
5. ફાર્મ હાઉસ – ગોમટા તા.ગોંડલ
6. ખેતીની જમીન – ગોમટા તા.ગોંડલ
7. ખેતીની જમીન – ચોરડી તા.ગોંડલ
8. ઉર્જા ઈન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન – શાપર તા.કોટડા સાંગાણીમાં
9. બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ – મોવૈયા તા.પડધરી
10. અનામીકા સોસાયટીમાં અન્ડર ક્ધસ્ટ્રકશન બંગલો – રાજકોટ શહેરમાં યુનીવર્સીટી રોડ પર
11. આસ્થા સોસાયટીમાં ટેનામેનટ – રાજકોટ શહેરમાં માધાપર ખાતે
12. સી-1701, એસ્ટર ફલેટ – અદાણી શાંતીગ્રામ ટાઉનશીપ અમદાવાદ
13. બી-7, 802, લા મરીના – અદાણી શાંતીગ્રામ ટાઉનશીપ અમદાવાદ
14. વાહનો કુલ-6
15. વિદેશ પ્રવાસ કુલ-8 દુબઈ, યુરોપ, સાઉથ આફ્રીકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે., મલેશીયા, માલદિવ, શ્રીલંકા
2024ના રોજ બનેલી ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં 27 નિર્દોષના મૃત્યુ થયા બાદ મનસુખ સાગઠીયા સામે અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી
ટવીન સ્ટારની ઓફિસમાંથી કરોડો રૂપિયાના દાગીના મળ્યા હતા
તપાસ દરમ્યાન 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ ટવીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ઓફીસ નં.901માં સાગઠીયાને સાથે રાખી તપાસ કરતા અંદાજે 15 કરોડના સોનાના દાગીના તથા બિસ્કીટ આશરે 22 કિલો ગ્રામ, 2 લાખના ચાંદીના દાગીના આશરે અઢી કિલો, 8.50 લાખની ડાયમંડ ઝવેલરી, 3,05,33,500ની રોકડ, જુદા-જુદા દેશોની 1.82 લાખની ચલણી નોટો તેમજ સોનાના પટ્ટાવાળી 2 ઘડિયાળ તથા અન્ય 6 કિંમતી ઘડિયાળ મળી આવી હતી.