– કુલ 4 પેઢીમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતા, 1.30 લાખનો દંડ ફટકારતા અધિક કલેક્ટર કેતન ઠક્કર
રાજકોટમાં ખાણી પીણીનું વેંચાણ વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ફુડ વિભાગ દ્વારા અલગ અલગ ડેરીમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવયા હતા. આ તમામ નમૂના ફેલ થતા એજ્યુડીકેશન હેઠળ કેસ દાખલમાં આવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સદર બજારમાં આવેલ ‘શ્રી સત્યવિજય પટેલ સોડા ફેક્ટરી’માંથી ‘કેશર શિખંડ (લુઝ)’ નો નમુનો રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝિનની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના ભાગીદાર -કેતનભાઈ મનસુખલાલ પટેલ અને મનસુખલાલ નાનજીભાઇ પટેલ તથા પેઢીને મળી કુલ રૂ.70 હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
- Advertisement -
રાજકોટની વૈદવાડી, જયંત કે. જી. મેઇન રોડ પર આવેલ ‘અભિનવ સ્ટોર્સ’માંથી ‘અભિનવ 50+ એનર્જી પાવડર (50 GM PKD)’ના નમુનાના રિપોર્ટમાં લેબલ પર ન્યુટ્રીશનલ ઇન્ફોર્મશન દર્શાવેલ ના હોવાના કારણે નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર થયો છે. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક અશ્વિનભાઈ પરસોતમભાઈ મજેઠીયાને રૂ.5 હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
જૂના માર્કેટિંગ યાર્ડ શોપ નં. બી-6,7, આર.ટી.ઓ. પાસે આવેલ ‘શ્રી રાધવ ઇન્ડસ્ટ્રીઝ’માંથી ‘રાઈ-આખી (લુઝ) તથા ‘કલર પ્રિપરેશન (પ્રવાહી-લુઝ)’ (એડલ્ટ્રન્ટ)નો નમુનો લેવામાં આવ્યો હતો, જે અંગેનાં રિપોર્ટમાં ‘રાઈ-આખી (લુઝ)નો નમૂનો કલર પ્રિપેરેશન (એડલ્ટ્રન્ટ યુક્ત) જણાઈ આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, રાજકોટ દ્વારા ઉત્પાદક પેઢીને અને નમુનો આપનાર પેઢીના નોમિની મૌલિનભાઇ હસમુખભાઈ કટારીયાને મળી કુલ રૂ.25 હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
માધવ પાર્ક મેઇન રોડ, અલય વાટિકાની પાસે, પુર્વા એપાર્ટમેન્ટ શોપ નં.-2, ‘ધનશ્યામ ડેરી ફાર્મ’માંથી’મિક્સ દૂધ (લુઝ)નો નમુનો રિપોર્ટમાં ફોરગેઇન ફેટ(વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, રાજકોટ દ્વારા નમુનો આપનાર-ફૂડ બિઝનેશ ઓપરેટર-સાગરભાઈ પ્રવીણભાઈ ગજેરા તથા પેઢીના માલિક રજનીકભાઇ પ્રવીણભાઈ ગજેરાને મળી કુલ રૂ.20 હાજરના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
- Advertisement -
રૈયા રોડ, હનુમાનમઢી ચોક પાસે સંકેત પ્લાઝા ગ્રા.ફલોર શોપ નં. 7-8, ‘નસીબ હોટલ’માંથી ‘મિક્સ દૂધ (લુઝ)ના નમુનાના રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા મિલ્ક એન્ડ સોલિડ નોટ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર નમુનો આપનાર પેઢીના માલિક -મયાભાઈ સવાભાઈ પરમારને રૂ.10 હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 2 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં
1) મેક્સીકન ડીલાઇટ પીઝા (પ્રિપેર્ડ -લુઝ) : સ્થળ – “હરિકૃષ્ણા હોસ્પિટાલિટી”, R.K. હાઉસ ફર્સ્ટ ફ્લોર, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ.
2) કેશર શિખંડ (લુઝ) : સ્થળ -સુંધાગ ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર નં. D-૧૯, કોઠારીયા રોડ, પોલીસ ચોકી પાસે, રાજકોટ.