લાયસન્સ અને સ્ટોરેજ અંગે 3 પેઢીને નોટિસ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ફૂડ ઓન વ્હીલ્સે 150 ફૂટ રીંગ રોડ પર 9 પેઢીને ત્યાં પાડ્યા દરોડા, મસાલા, ઠંડાપીણાં, શેરડીનો રસ, ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વગેરે ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ધોળકિયા સ્કૂલ રોડ થી સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 11 ધંધાર્થીઓને ત્યાં નમૂના ચકાસવામાં આવ્યા છે. જેમાં કુલ 3 પેઢીને લાયસન્સ અને સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં મયુર ડાઈનિંગ, જૈન ડેરી, ઓમ આઇસક્રીમ, હેલ્થ મેડ ફાર્મસી, ગ્રીન સુપર માર્કેટ પટેલ ડેરી ફાર્મ, પટેલ પાન, જય અંબે ફરસાણની સ્થળ પર ચકાસણી કરી હતી.
જ્યારે નટરાજ નગર રોડ પરથી મયુર ડાઈનિંગમાંથી લૂઝ ચણા દાળના નમૂના લેવામાં આવ્યા હતા. આ સિવાય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મુંજકા અને નવા 150 ફૂટ રિંગ રોડના વિસ્તારમાં ખાણી પીણીના વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 9 વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં વેચાણ થતાં મસાલા, ઠંડાપીણાં, શેરડીનો રસ, ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વગેરે ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.


