સદર બજાર વેપારી એસોસિએશને પોલીસ કમિશનરને કરી રજૂઆત
તાત્કાલિકપણે બંદોબસ્ત મુકી રેંકડી અને પાથરણાવાળાને હટાવી લેવા વેપારીની માંગ
- Advertisement -
રેંકડી અને પાથરણા પાથરતાં હોવાથી રસ્તા પર ચક્કાજામ, અકસ્માત થવાની ભીતિ
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટની બજારમાં લોકો ધૂમ ખરીદી કરી રહ્યાં છે. ત્યારે શહેરની જૂની બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે શહેરના હાર્દસમા વિસ્તાર સદર બજારમાં ત્યારે પસાર થવું અને જીવને જોખમમાં મુકવું તે બધુ જ સરખું છે. સદર બજારના વેપારી એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે કે, છેલ્લા બે ત્રણ વર્ષોથી પાથરણાવાળા અને રેકડીધારકો ફટાકડાનું વેચાણ કરે છે. જે કોરોના કરતા પણ વધુ ખતરનાક છે. સદર બજારમાં જાહેર રોડ ઉપર રેકડી રાખી અને નીચે પાથરણા પાથરી વેચાણ કરનારા સામે વેપારી એસોસિએશને લાલ આંખ કરી છે પોલીસ કમિશનરને આવેદન પાઠવી તાત્કાલિકપણે આ બધુ બંધ કરાવવાની રજૂઆત કરી છે. આવેદન મુજબ રજૂઆત કરી છે કે, ખુલ્લામાં ફટાકડા હોવાથી કોઈ કારણોસર આગ અથવા અન્ય અકસ્માત થવાની ભીતિ છે. જ્યારે આ લોકો પાસે ફટાકડા વેચવાનું લાયસન્સ પણ હોતું નથી. પાથરણાવાળા અને રેકડીધારકો કાયદાનું ઉલ્લંઘન કરી બજારમાં મોટું જોખમ ઉભુ કરે છે. તો કોઈપણ સમયે રાહદારી અને રહેવાસીઓમાં કોઈ ગંભીર અકસ્માત થઈ શકે છે.
વેપારીઓ ચુસ્તપણે કાયદાનું પાલન કરે છે
સદર બજાર વેપારી એસોસિએશને રજૂઆત કરી હતી કે, વેપારીઓ ચુસ્તપણે કાયદાનું પાલન કરે છે. તેની પાસે ફાયર વિભાગની એનઓસી પણ છે જ્યારે તેના સાધનો પણ દુકાનમાં રાખે છે જેથી કોઈ અકસ્માત સર્જાય તો તાત્કાલિક તેના પર કાબૂ મેળવી શકાય. જ્યારે રેકડીધારક અને પાથરણાવાળા પાસે સેફ્ટી હોતી નથી. રસ્તા પર નડતરરૂપ થતા હોય છે જેને લઈને જીવનું જોખમ પણ ઉભુ થાય છે