મગતરાં જેવા દિનેશને રાજકારણીઓએ એટલો મોટો કર્યો કે, હવે સમિતિને જ નડી રહ્યો છે
શું ફૂટેલાં વિક્રમ પુજારા શિસ્તભંગના પગલાં લેશે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી તથા શિક્ષકનું શાળા સાથેનું જોડાણ ઉત્તરોત્તર પ્રગતિમાં સહાયક બને તે માટે ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ અભિયાન અંતર્ગત આજરોજ 1 સપ્ટેમ્બરના રોજ પ્રાર્થના સભામાં સંકલ્પ લેવાનું સૂચવવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મંત્રી અને શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરીને પ્રાથમિક શાળાની પ્રાર્થના સભામાં સંકલ્પ લેવાનું સૂચન કરવામાં આવ્યું છતાં રાજકોટ શિક્ષક સંઘનો વિઘ્નસંતોષી પ્રમુખ અને શિક્ષણ સમિતિનો સસ્પેન્ડેડ શિક્ષક દિનેશ સદાદિયા વોટ્સએપ ગ્રુપમાં ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમ ફરજીયાત નથી અને કોઈ આ પ્રકારનો કાર્યક્રમ કરવા દબાણ કરે તો ફરિયાદ કરવા અંગેના મેસેજ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સસ્પેન્શન બાદ નવરા બેઠેલા દિનેશ સદાદિયાએ શિક્ષક સંઘના પ્રમુખ તરીકે આચાર્યો-શિક્ષકોને ડરાવવા-ધમકાવવા ઉપરાંત ગેરમાર્ગે દોરવાના શરૂ કર્યા છે. આજ રોજ જ્યારે સરકાર અને મંત્રીશ્રીની સૂચન – માર્ગદર્શનમાં ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે ત્યારે દિનેશ સદાદિયા રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના ગ્રુપમાં મેસેજ કરી ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ ફરજિયાત નથી. જેમને કરજો હોય તે કરે એવો એલફેલ મેસેજ કરી રહ્યો છે.
ખુદને ભાજપ સરકારનો કાર્યકર ગણાવી પક્ષ-સરકારને ઉઠા ભણાવનાર દિનેશ સદાદિયા પક્ષ-સરકાર વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાનો આ તાજો નમૂનો છે. ભૂતકાળમાં પણ તેણે અનેકવાર પક્ષ-સરકાર વિરોધી પ્રવૃત્તિ કરેલી છે છતાં પક્ષ-સરકારના લોકોએ જ તેને છાવર્યો છે.
આજરોજ ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમ ભાજપ સરકાર અને તેમના મંત્રીશ્રીની સૂચના અનુસાર પરિપત્ર બહાર પાડી કરવામાં આવી રહ્યો છે. આમ છતાં ભાજપ સરકાર અને તેના મંત્રીઓના પરિપત્રને પણ ન ગાંઠતા અને સરકાર વિરોધી નિવેદન આપતા દિનેશ સદાદિયા પર શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મૂકાયેલા ભાજપના આગેવાન વિક્રમ પુજારા શિસ્તભંગના પગલાં લેશે કે કેમ એ જોવું રહ્યું. ભાજપના વિક્રમ પુજારા હવે ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરતા શિક્ષક સંઘના પ્રમુખ વિરુદ્ધ પુરાવા હોવા છતાં શિસ્તભંગની કાર્યવાહી ન કરે તો ફરી એવું સાબિત થશે કે, સદાદિયા પાસે પુજારાની કોઈ દુ:ખતી નસ છે અને એ નસના આધારે જ સદાદિયા વિરુદ્ધ પગલાં ભરતા પુજારા ડરે છે.