-કેન્સરના પ્રકાર અને સ્ટેજનો ખુલાસો નહીં
બ્રિટનના કિંગ ચાર્લ્સ-3ની તબિયતને લઈને બકિંધમ પેલેસમાંથી મહત્વની ખબર આવી છે, જે મુજબ કિંગ ચાર્લ્સને કેન્સરની બીમારી લાગુ પડી છે, તેમને કયા પ્રકારનું કેન્સર થયું છે તે હજુ બહાર નથી આવ્યું.
- Advertisement -
બકીંધમ પેલેસના સૂત્રોનું કહેવું છે કે, આ પ્રોસ્ટેટ કેન્સર નથી પણ હાલમાં જ તેમને પ્રોસ્ટેટની સારવાર દરમિયાન કેન્સરનું નિદાન થયું હતું. જો કે કેન્સરના પ્રકારનો ખુલાસો નથી થયો. સોમવારથી કિંગ ચાર્લ્સના કેન્સરનો નિયમિત ઉપચાર શરૂ થઈ ગયો છે.
I join the people of India in wishing speedy recovery and good health to His Majesty King Charles III. https://t.co/86mKg9lE1q
— Narendra Modi (@narendramodi) February 6, 2024
- Advertisement -
બકીંધમ પેલેસથી મળેલી જાણકારી મુજબ કિંગ ચાલ્સ પોતાની સારવારના બારામાં પુરેપુરા સકારાત્મક છે.
વધુમાં જાણવા મળેલી વિગત મુજબ કિંગ ચાર્લ્સ સ્ટેટ પ્રમુખ રૂપે પોતાની બંધારણીય ભૂમિકા ચાલુ રાખશે. રવિવારે સેન્ડ્રીંધમમાં એક ચર્ચમાં તેઓ જોવા મળ્યા હતા જયાં તેમણે લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. અલબત, હાલમાં કિંગ ચાર્લ્સના કેન્સરના સ્ટેજની પણ કોઈ જાણકારી નથી મળી.