સ્થળ પર જ અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દિનદયાલ ઇન્ડ. એરીયા, શેરી નં. 8 કોર્નર, તુર્કી બાપુની દરગાહ પાછળ, આજી ડેમ ચોકડી પાસે આવેલ ઉત્પાદક પેઢી આબાદ ગૃહ ઉદ્યોગની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ પેઢીમાં વિવિધ પ્રકારના કાર્બોનેટેડ. નોનકાર્બોનેટેડ બેવેરેજીસ તથા પ્લાસ્ટિક પાઉચ પેકડમાં પેપ્સીનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડ્યું છે. તપાસ કરતાં પેઢીમાં પેપ્સી પાઉચ પેક્ડમાં ભરેલા લિક્વિડના ઉત્પાદનમાં સેકેરીનનો વપરાશમાં કરતાં હોવાનું સામે આવ્યું છે. તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન કરેલ બેવેરેજીસના પેકિંગ તપાસતા તેમાં લગાવેલ લેબલ પર અન્ય જગ્યાનો મેળવેલા એક્સપાયરી થયેલ ફૂડ લાયસન્સ નંબર છાપેલ હોવાનું માલૂમ પડ્યું હતું.
પેઢીમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પાઉચ પેક્ડ નોન ફૂડગ્રેડ પ્લાસ્ટિક હોવાનું જાણવા મળતા તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ન્યુટિશનલ ઇન્ફોર્મેશન, ઇનગ્રેડિયંટ્સ, ઉત્પાદન -એકપાયરી ડેટ કે ઉત્પાદક અંગેની કોઈપણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડતાં પેઢીમાં પડતર તેમજ ઉત્પાદન અંગેની કોઈ પણ વિગત દર્શાવ્યા વગરના બ્લૂ બેરી ફ્લેવર 4800 નંગ, પિસ્તા ફ્લેવર 1500 નંગ, મેંગો ફ્લેવર 7200 નંગ, ઓરેન્જ ફ્લેવર 7200 નંગ, ગુલાબ ફ્લેવર 4560 નંગ, કાચી કેરી ફ્લેવર 4560 નંગ, કાલા ખટ્ટા ફ્લેવર 3840 નંગ, લિમ્કા ફ્લેવર 4800 નંગ, જીરા મસાલા ફ્લેવર 5280 નંગ, મેંગો ફ્લેવર 2250 નંગ, ઓરેન્જ ફ્લેવર 1000 નંગ, તથા જીરા મસાલા ફ્લેવર 2750 નંગનો કુલ મળીને અંદાજીત 2250 લિટર જથ્થો નાશ કરવા યોગ્ય હોય જે પેઢીના ફૂડ બિઝનેશ ઓપરેટર -ઈસ્માઇલભાઈ ગફારભાઈ લાખાણીએ સ્વીકાર્યું છે. જે સમગ્ર અખાદ્ય જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તેથી જાહેર આરોગ્યના હિતાર્થે જઠખ વિભાગના વાહનને સ્થળ પર બોલાવી નાશ કરવામાં આવ્યો છે.