સાબરકાંઠા
ગઢડા શામળાજી ગ્રામ પંચાયતના યુવા સરપંચશ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા છેલ્લા 4 વર્ષમાં જ સરકારમાં થી વિવિધ યોજનાઓ ના વિકાસના કામો મંજુર કરાવી ગઢડા શામળાજી ગામની કાયાપલટ કરવામાં આવી છે .સમગ્ર ગુજરાતમાં એક સક્રિય સરપંચ તરીકે વિકાસના કામોની હરણફાળ ભરી એક આગવી ઓળખ મેળવી છે.
લગભગ 5000 થી પણ વધુ વૃક્ષારોપણ કરી ગામને હરિયાળું બનાવી દેવામાં આવ્યું છે ત્યારે આ બગીચાઓમાં બાળકો માટે રમત ગમત બાળ ઉદ્યાન કેન્દ્ર નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના માટે નાણાં એકઠા કરવા માટે સરપંચશ્રી દ્વારા સાબરમતી ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોરોના ની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી રહ્યું છે… જેમાં મે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી સાબરકાંઠા એ પણ ભાગ લીધો હતો..
સરપંચશ્રી એમ. આર ચૌહાણ, ભાવેશસિંહ ચૌહાણ, વિપુલસિંહ ચૌહાણ તથા પૃથ્વી યુવા રાજપૂત સંગઠન ના યુવાનો એ આયોજન ને સફળ બનાવવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે.
- Advertisement -
અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.


