સ્વ મનસુખભાઈ બારાઈની આજે ચોથી પૂણ્યતિથિ
દર વર્ષે ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ માટે 20 લાખનું ડોનેશન અને જમીન વળતર પેટે 60 લાખની માતબર રકમ 4 ધોરણ પાસ સરપંચે મંજૂર કરાવ્યા હતા!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
ચાર ગુજરાતી પાસ, ભણેલ નહીં પણ ગણેલ એવા મનસુખભાઈ બારાઈએ મોટા ગજાના ઈંઅજ અધિકારીઓની સામે એકલા હાથે ઝઝૂમી ઓખા ગ્રામ પંચાયતને લાખો રૃપિયાની આવક કરાવી આપી હતી. નાનપણથી જિંદગીની પાઠશાળામાં પ્રેક્ટિસ અનુભવોથી ઘડાયેલા સ્વ મનસુખભાઈ બારાઈએ આગવી કોઠાસૂઝ અને આવડતને લઈ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
સ્વ મનસુખભાઈ બારાઈ જ્યારે ઓખા ગ્રામ પંચાયતના સરપંચ હતા ત્યારે તેઓ એ પોતાની આગવી કોઠા સૂઝથી ઓખા ગ્રામ પંચાયતને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા અપાવી હતી. આ ઉપરાંત તેઓ એ ઓખા ગ્રામ પંચાયત અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડ પાસેથી લાખો રૂપિયા પણ અપાવ્યા હતા.
ઓખા ગ્રામ પંચાયત અને મેરી ટાઈમ બોર્ડ વચ્ચે જમીન બાબતે ઉચ્ચ ન્યાયાલયમાં એક કેસ વર્ષોથી ચાલતો હતો. ત્યારે કોર્ટે એવો આદેશ આપ્યો કે બન્ને સરકારી સંસ્થાઓ છે અને ઘર મેળે સમાધાન કરી લો. કોર્ટએ આદેશ આપ્યો એટલે ૠખઇ તેના અધિકારીઓ દ્વારા ઓખા ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કર્યો અને મીટિંગ ગોઠવી. મિટિંગ શરૂ થઈ, એકબાજુ મનસુખભાઈ એકલા અને સામે પક્ષે ઉચ્ચ અધિકારઓ નો કાફલો. ૠખઇના અધિકારીઓએ માત્ર રૂા.5000ના વળતરથી શરૂઆત કરી હતી. મનસુખભાઈએ પહેલાંથી જ પરિસ્થિતિનો ક્યાસ મેળવી લીધો હતો.. એક તો કોર્ટનો આદેશ અને બીજી તરફ સરકારના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રીએ પણ અંગત રસ લઇને આ મેટર તુરંત કોઈ પણ ભોગે પૂરી કરવા ઓર્ડર આપ્યો હતો. તેથી ૠખઇએ કોઈ પણ કિંમતે આ મેટર પૂરી કરવાની હતી.
પાંચ હજાર થીશરૂ કરેલી ઓફર મનસુખભાઈ 60 લાખ સુધી લઈ ગયા તે ઉપરાંત દર વર્ષે 10 લાખ અને તે સમયે ઓખા ગ્રામ પંચાયત દ્વારા ઓખાના ધારાસભ્ય પબુભા માણેકના પરીવારના સહયોગથી નવી બની રહેલી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ માટે પણ 20 લાખ રૂપિયાનું ડોનેશન લેતા આવ્યા હતા.
આ હતી મનસુખભાઈની આવડત અને વ્યવહાર કુશળતા જેને લોકો આજે પણ ખરા દિલથી યાદ કરી રહ્યા છે.