42 કરોડના ખર્ચે કામગીરી થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના 65 ગામના પાણીના પ્રશ્નનુ નિરાકરણ માટે RWSS યોજના હેઠળ (12 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) જેમાં સંપ, ઊંચી ટાંકી, પંપ હાઉસ RCC રોડ તેમજ 65 ગામની પાણીની પાઇપ લાઇન રૂ.42,62,91,141 કરોડના ખર્ચે મંજૂર થતા જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ દ્વારા કરવામા આવ્યું હતું.
- Advertisement -
રાજુલા તાલુકાના 65 ગામના પાણીના પ્રશ્ર્ન નિરાકરણ માટે રાજુલા મતક્ષેત્રમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્ન બાબતે ગુજરાત સરકાર દ્વારા આ યોજના મંજૂર કરવામાં આવતા આ તકે ગુજરાત સરકારનો ધારાસભ્યે આભાર માન્યો હતો.
આ તકે પ.પૂ મહેશબાપુ, જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઇ શિયાળ, ગૌતમભાઇ ગુજરીયા, ભેરાઇ ગામ સરપંચ વાલાભાઇ રામ,દાતરડી સરપંચ ભરતભાઈ જોળીયા સહીત લોકો હાજર રહ્યા હતાં.