નાગરિક વિસ્તારો પર હુમલો, યુદ્ધના નિયમો નેવે મુકયા
કાટમાળની નીચે અસંખ્ય લોકો અને બાળકો દબાયા: યુક્રેની રાષ્ટ્રપતિ યુદ્ધની વેદીમાં 50 બાળક બલિ ચડ્યા
રશિયા બાળકો પર હુમલા ના કરે સેના સાથે સીધો જંગ કરે: યુક્રેન સુરક્ષા પરિષદ પ્રમુખ
યુદ્ધનો સામાન્ય નિયમ છે કે, નાગરિક વિસ્તારમાં હુમલા ન કરાય પરંતુ યુક્રેનમાં રશિયન દલોએ શહેરોને નિશાન બનાવી અનેક નાગરીકોના જીવ લીધા છે. એટલું જ નહીં પણ બાળકો અને મહિલાઓ પણ આ યુદ્ધમાં ભાગ બન્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે, મરિયુપોલ શહેરમાં બાળકોની હોસ્પિટલને નિશાન બનાવી હતી. યુક્રેને આક્ષેપ કર્યો જે શહેરમાં રશિયાએ યુદ્ધ વિરામની વાત કરેલી હતી. બાળકોની હોસ્પિટલ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
- Advertisement -
યુકેની રાષ્ટ્રપતિએ હોસ્પિટલનો વીડીયો શેર કરીને લખ્યું. કાટમાળ નીચે લોકો અને બાળકો દબાયેલા છે.તેમણે આ ઘટનાને અત્યાચાર કહયો છે.તો બીજી બાજુ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેન કહયું હતું કે, રશિયાની માનવીય કોરીડોર ખોલવાની વાતો નકામી છે. યુક્રેને રશિયન સેનાને પણ અપીલ કરી છે કે, આજ ફાયર (યુદ્ધ વિરામ)ને સફળ કરવામાં આવે, બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ લાદીમીર પ્રતિનનું કહેવું છેકે, યુક્રેનના રાષ્ટ્રપતિ સીઝ ફાયરને સફળ કરવામાં વિઘ્નો નાખી રહયા છે.
યુક્રેનમાં હુમલાથી દરરોજ 15 સ્કુલ કાટમાળમાં ફેરવાય છે
સંયુકત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફ જણાવ્યું છે કે, યુક્રેનમાં સ્કુલોને વધુ નુકસાન કીવ, મરિયુપોલ, ખારકીવ, જિતોમીરમાં થયું છે. યુક્રેન છોડીને જનારાઓમાં લાખોની સંખ્યામાં બાળકો છે. યુનિસેફે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુમલામાં તબાહ થયેલી 211 સ્કુલોમાંથી 70થી80 ટકા સ્કુલો લગભગ પુરેપુરી બરબાદ થઇ ચુકી છે જયાં આવનારા કેટલાક વર્ષો ભણતર શરૂ થવાની કોઇ આશા નથી. યુનિસેફે. જણાવ્યું હતું કે, યુદ્ધ બાળકોના જીવન માટે ઘણું ઘાતક સાબિત થઇ શકે છે. યુનિસેફ ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે ખંડેરમાં બદલાઇ રહેલી સ્કુલોનો મતલબ શિક્ષણ વ્યવસ્થાને નુકસાન થવું નકકી છે.