રશિયાએ મંગળવારે ફરી એકવાર યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલો ફેંકી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, અમેરિકી ગુપ્તચર અધિકારીએ કહ્યું કે જ્યારે રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું હતું ત્યારે તેની કેટલીક મિસાઈલો નાટો દેશ પોલેન્ડમાં પણ પડી છે, જેમાં બે લોકોના મોત થયા છે.
રશિયાએ મંગળવારે ફરીથી યુક્રેનના કીવ, લીવ, ખાર્કીવ, પોલ્ટાવા, ઓડેસા સહિત અનેક શહેરો પર મિસાઈલ હુમલો કર્યો. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, અમેરિકન ઈન્ટેલિજન્સ ઓફિસરે જણાવ્યું કે રશિયાની કેટલીક મિસાઈલો નાટો દેશ પોલેન્ડમાં પણ પડી છે, જેના કારણે બે લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ મિસાઇલો યુક્રેનની સરહદ નજીક આવેલા પોલિશ ગામ પ્રિજેવોડોમાં પડી છે, જેમાં બે લોકોના મોત થયા છે.
- Advertisement -
રશિયાએ આ અહેવાલને નકારી કાઢ્યો
મોડી રાત્રે પોલેન્ડના વિદેશ મંત્રાલયે આ રિપોર્ટની પુષ્ટિ કરી છે. તો પોલેન્ડ સરકારે આ રિપોર્ટ બાદ કહ્યું કે સંકટની સ્થિતિને કારણે ટોચના નેતાઓ દ્વારા એક ઈમરજન્સી બેઠક યોજવામાં આવી છે. એએફપીના અહેવાલ મુજબ, પોલેન્ડમાં મિસાઇલો પડી હોવાના સમાચાર સામે આવ્યા બાદ હંગરીના પ્રધાનમંત્રી ઓર્બને રક્ષા પરિષદ બોલાવી છે. તો બીજી બાજુ રશિયાના રક્ષા મંત્રાલયે પોલેન્ડ પર મિસાઇલ પડવાના અહેવાલને નકારી કાઢ્યો છે.
Poland's foreign ministry confirms Russian-made rocket, landed in its territory, that killed two people, AFP reported https://t.co/2Yowp7fQbG pic.twitter.com/MoAYOOMbcr
— ANI (@ANI) November 15, 2022
- Advertisement -
પોલેન્ડના પ્રધાનમંત્રીએ યોજી ઈમરજન્સી બેઠક
આ ઘટના બાદ પોલેન્ડના પ્રધાનમંત્રી માટેયુઝ મોરાવીકીએ ઈમરજન્સી બેઠક યોજી હતી. તેમણે આ બેઠક બાદ કહ્યું કે, આ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોલિશ સેનાના કેટલાક વધારાના યુનિટ તૈનાત કરવામાં આવ્યા છે. અમારું ખાસ ધ્યાન એરસ્પેસ સર્વેલન્સ પર છે.
નાટો ક્ષેત્રમાં મિસાઈલ પડવા પર એક્શન જરૂરીઃ ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોલેન્ડમાં થયેલા વિસ્ફોટો પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું- આતંક અમારા દેશની સીમાઓ સુધી સીમિત નથી. તેમણે કહ્યું કે, નાટો ક્ષેત્ર પર હુમલો ખૂબ જ ગંભીર બાબત છે. આ અંગે કાર્યવાહી કરવી જરૂરી છે. પોલેન્ડમાં મિસાઇલ પડ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને G7 અને NATO નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે.