– રશિયા અને યુક્રેન યુદ્ધના 300 દિવસ બાદ પણ કોઈ દેશ ઝૂકવા તૈયાર નથી
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 300 દિવસ થઈ ગયા છે. બેમાંથી કોઈ દેશ ઝૂકવા તૈયાર નથી અને ભીષણ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન રશિયાના પૂર્વ નાયબ વડાપ્રધાન દિમિત્રી રોગોઝીન યુક્રેનના હુમલામાં ઘાયલ થયા છે. પૂર્વી યુક્રેનના રશિયન-નિયંત્રિત વિસ્તારમાં એક હોટલ પર હુમલો થયો હતો, જેમાં દિમિત્રીને ખભા પાસે ઇજા પહોંચી છે. દિમિત્રી રોગોઝીન રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના ચીફ પણ રહી ચૂક્યા છે. એક અહેવાલ અનુસાર Donetsk શહેરની બહારના વિસ્તારમાં થયેલા આ હુમલામાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. રશિયાના પ્રોક્સી ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિકના વડા વિટાલી ખોતસેન્કો પણ હુમલામાં ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
- Advertisement -
રશિયાના પૂર્વ નાયબ વડાપ્રધાન દિમિત્રી રોગોઝીન તેમના પશ્ચિમી વિરોધી રેટરિક અને યુક્રેન પર રશિયન આક્રમણને સમર્થન આપવા માટે જાણીતા છે. તેમને ઉનાળામાં રોસકોસમોસ સ્પેસ એજન્સીના વડા પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.માહિતી અનુસાર, તેમને કહેવામાં આવ્યું હતું કે, ક્રેમલિન તેમને પૂર્વી યુક્રેનના રશિયાના કબજા હેઠળના વિસ્તારોમાં મુખ્ય ભૂમિકા આપશે. બુધવારે તેઓ 59 વર્ષના થયા. પરંતુ તેમણે સ્થાનિક હોટલમાં પોતાનો જન્મદિવસ ઉજવવાના સમાચારને નકારી કાઢ્યા હતા. હુમલા પહેલા તે ક્યાં હતા તેની માહિતી કોઈએ લીક કરી હતી.
મહત્વનું છે કે, તેમણે ગુરુવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું, તે સ્વયંસેવક એકમમાંથી પાછા ફર્યા પછી સહયોગીઓના નજીકના વર્તુળ સાથેની એક બિઝનેસ મીટિંગ હતી. અમે આ હોટલમાં આટલા મહિનાઓથી રોકાયા છીએ અને આઠ વર્ષમાં દુશ્મનોએ આ જગ્યાએ ક્યારેય ગોળીબાર કર્યો નથી. એક સહાયકે રશિયન મીડિયાને જણાવ્યું કે હોટલને ગાઈડેડ દારૂગોળા વડે નિશાન બનાવવામાં આવી હતી. કદાચ ફ્રાન્સમાં બનેલા હોવિત્ઝરમાંથી દારૂગોળો છોડવામાં આવ્યો હતો. Donetsk 2014 થી રશિયન પ્રોક્સીઓ દ્વારા નિયંત્રિત છે, જેમણે યુક્રેનિયન સૈન્ય પર શહેરને નિશાન બનાવવાનો વારંવાર આરોપ લગાવ્યો છે. જોકે રશિયન દળોએ ફેબ્રુઆરીમાં આક્રમણ શરૂ કર્યું ત્યારથી દક્ષિણમાં Donetsk પ્રદેશના વિસ્તારો કબજે કર્યા છે, તેઓએ યુક્રેનિયન દળોને શહેરની બહારથી પાછળ ધકેલવા માટે સંઘર્ષ કર્યો છે.