વર્ષ 2030 સુધીમાં માર્કેટમાં 73%ના હાઈ જમ્પની આશંકા
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હવે આગામી સમયમાં ફરી શસ્ત્રો અને હથિયારોની માંગમાં બમ્પર વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. પરમાણુ મિસાઇલ અને બોમ્બ માટેનું વૈશ્વિક બજાર દસ વર્ષની અંદર જ 126 અબજ ડોલરને વટાવી જશે. એલાઇડ માર્કેટ રિસર્ચના અહેવાલ મુજબ યુક્રેનમાં રશિયન આક્રમણ લશ્કરી ખર્ચને વેગ આપશે. 2020ના 73 અબજ ડોલરના લેવલેથી 2030 સુધીનું આ બજાર અંદાજે 73% વધારે હશે.
કોરોના મહામારીને કારણે આરોગ્ય ખર્ચ વધતા સંરક્ષણ ક્ષેત્રનું પ્રાધાન્ય ઘટ્યું હતુ પરંતુ વર્તમાન તંગ વાતાવરણને પગલે સેક્ટરની રિકવરી ઝડપી બનશે. મોટા સૈન્ય બજેટમાં 2030 સુધી 5.4%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વધારો થવાની સંભાવના છે.
- Advertisement -
જો રશિયા પર એકશન ના લઈ શકે તો યુનોને તાળાં મારી દયો: ઝેલેન્સ્કી આકરા પાણીએ
બેમાંથી એક પણ પક્ષ નમતું જોખવા તૈયાર નહીં હોવાથી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો નથી અને યુક્રેનમાં ખાસ કરીને બોચામાં નરસંહારની જે તસ્વીરો બહાર આવી છે તે ખળભળાવી મૂકે છે તેવી છે, આ સંજોગોમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે યુદ્ધ અપરાધો માટે રશિયન સેના સામે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કાર્યવાહી કરવામાં આવે.
તેમણે યુએનએસસીમાં કહ્યું હતું કે યુક્રેનમાં નાગરિકોને ટેન્કો નીચે કચડી નાખવામાં આવ્યા હતા, મહિલાઓ પર તેમના બાળકો સામે કુકર્મ કરવામાં આવ્યું હતું અને મારી નાખવામાં આવી હતી.