શહેરની વચ્ચોવચ હુમલો: મિસાઈલ ક્રેમેનચુકના એક ગામની બહાર પડી
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાએ યુક્રેનના બે શહેરો ક્રેમેનચુક અને ક્રામાટોર્સ્ક પર મિસાઈલ હુમલા કર્યા હતા. એક સ્થાનિક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ક્રામાટોર્સ્કની મધ્યમાં સૌથી વ્યસ્ત સ્થળ પર મિસાઇલ હુમલામાં એક બાળક સહિત કુલ ચાર લોકો માર્યા ગયા અને 42 થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક અહેવાલ અનુસાર પોલીસે જણાવ્યું કે રશિયાએ શહેરમાં બે જ-300 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો ઝિંકી હતી. યુક્રેનિયન ઈમરજન્સી સર્વિસે ટેલિગ્રામ પર જણાવ્યું કે આ હુમલામાં 42 લોકો ઘાયલ થયા છે.
- Advertisement -
ડોનેત્સ્ક ક્ષેત્રના સૈન્ય પ્રશાસનના વડા પાવલો કિરીલેન્કોએ જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાનો હુમલો સ્થાનિક સમય અનુસાર મંગળવારે લગભગ 7.30 વાગ્યે થયો હતો. અમે ઘાયલ અને મૃતકોની સંખ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જ્યાં હુમલો થયો તે સ્થળ શહેરની મધ્યમાં છે અને અહીં નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે રશિયાએ ક્રેમેનચુકના એક ગામમાં બીજો હુમલો કર્યો. જો કે આ દરમિયાન મિસાઈલ ગામની બહાર પડી હતી. યુક્રેનના ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોએ ટેલિગ્રામ પર કહ્યું કે રશિયા જાણીજોઈને વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.