- યુક્રેન પર દાગેલા મિસાઈલોના ટુકડા દર્શાવાયા: અણુ હથિયાર ગોઠવે તો વધુ ઘાતક
યુક્રેન-રશિયા વચ્ચેનું યુધ્ધ હવે ગંભીર તબક્કે પહોંચી ગયું છે અને યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનની હવાઈ સીમાને તબાહ કરવા માટે હવે વિસ્ફોટક હથિયારોની સાથે પરમાણુ સક્ષમ મિસાઈલોનો ઉપયોગ પણ કરી રહ્યા છે. જો કે હજુ તેમાં પરમાણુ બોમ્બ કે તેવા કોઇ શસ્ત્રોનો ઉપયોગ થયો નથી.
પરંતુ માનવામાં આવે છે કે, આ મિસાઇલ મારફત પરમાણુ હુમલો પણ થઇ શકે છે. યુક્રેનના સેનાના નિષ્ણાંતોએ જાહેરમાં આ પ્રકારની સોવિયેત મિસાઇલના ટુકડા દર્શાવ્યા જે પરમાણુ હુમલા માટે ડીઝાઈન કરવામાં આવ્યા છે. રશિયાએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.
- Advertisement -
પરંતુ આ દાવાએ યુરોપની ઉંઘ હરામ કરી દીધી છે. ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ તેની પૂરી તાકાતથી યુક્રેન પર હુમલો કર્યો હતો અને તેના 10 માસ થઇ ગયા પછી પણ હજુ સુધી તેમાં કોઇ પીછેહટ થઇ નથી અને યુક્રેનના અડધાથી વધુ વિસ્તારોમાં રશિયાનો કબજો છે.
ખાસ કરીને યુરોપ નજીકના ક્ષેત્રોમાં રશિયાની વધતી જતી હાજરી હવે યુરોપના દેશોને પણ ચિંતા કરાવે છે અને યુક્રેન સૈન્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પરમાણુ સક્ષમ મિસાઇલો રશિયાએ તૈયાર રાખ્યા છે જે દર્શાવે છે કે ભવિષ્યમાં આ પ્રકારના હુમલા થઇ શકે છે.