મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ આવ્યા છતાં પણ પોલીસને કેમ જાણ ન હતી: તપાસના આદેશ
પહાડગંજની હોટેલ આસપાસ પેરામિલિટરી ફોર્સ ગોઠવાઈ: ઊચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા
- Advertisement -
જો કે તમામ માન્ય વિઝા પર નિઝામુદીન દરગાહમાં દિદાર માટે આવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
દિલ્હી સહિત દેશભરમાં એક તરફ લોકસભા ચૂંટણીઓમાં એક બાદ એક તબકકાનું મતદાન યોજાઈ રહ્યું છે તે સમયે પાટનગરમાં એક હોટેલમાં 70થી વધુ પાકિસ્તાનીઓ રોકાયા હોવાના અહેવાલ મળતા જ જબરો હડકંપ મચી ગયો હતો અને પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. આ તમામ પાકિસ્તાનીઓ ગેરકાનુની રીતે ભારતમાં ઘુસ્યા છે કે કેમ તેનો ઉદેશ શું છે તે અંગે તપાસ માટે પણ આદેશ અપાયા હતા.
- Advertisement -
દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં આવેલી ટુડે ઈન્ટરનેશનલ હોટલમાં 60થી70 પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતી પરથી તુર્તજ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. દિલ્હી પોલીસના સીનીયર અધિકારીઓ પહોંચી ગયા હતા અને હોટલની અંદર કોઈ શંકાસ્પદ પ્રવૃતિઓ થઈ રહી હોવાની માહિતી પરથી વધુ તપાસ કરવામાં આવી હતી.
આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ એક સાથે એક હોટેલમાં એકત્ર થયા હોય તેવી પ્રથમ ઘટના હતી અને કોઈ તનાવ નિવારવા માટે પેરામીલીટ્રી ફોર્સને પણ ગોઠવવામાં આવી હતી. જો કે બાદમાં દિલ્હીના એડી. પોલીસ કમિશ્નર હર્ષવર્ધને જાહેર કર્યુ હતું કે, આ તમામ પાકિસ્તાનીઓ એક પ્રતિનિધિમંડળના ભાગરૂપે ભારત આવ્યા છે અને તેઓ નિઝામુદીન દરગાહમાં દિદાર માટે જવાના છે. જો કે આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ દિલ્હી આવ્યા હોવા છતાં પણ શા માટે તેની જાણ દિલ્હી પોલીસને કેમ અગાઉથી ન હતી તે પણ પ્રશ્ર્ન ઉઠયો છે. સામાન્ય રીતે વિદેશી નાગરિકોને વિઝા આપવામાં આવે તો તેઓ કયા કયા વિસ્તારમાં જવાના છે તેની જાણ પોલીસને પણ કરાઈ છે.
પોલીસ જરૂર પડે આ નાગરિકોની ગતિવિધિ પર નજર પણ રાખે છે. જયારે પાકિસ્તાનના નાગરિકો દિલ્હીમાં પહોંચી ગયા છતાં પણ પોલીસને કેમ જાણ ન હતી તે અંગે પણ તપાસના આદેશ અપાયા છે.