મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વલણોને આધારે ભાજપે પોતાના દમ પર 125 બેઠક પર લીડ મેળવી લીધી છે. ભાજપ પોતે એકલું જ બહુમતીના જાદુઈ આંકડા 145 બેઠકોથી માત્ર 20 બેઠકો દૂર છે. જ્યારે સહયોગી પક્ષ એકનાથ શિંદેની શિવસેના 54 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે અજિત પવારનો પક્ષ NCP 40 બેઠક પર આગળ છે. આ પરિણામોથી ભાજપનું નેતૃત્વ ઉત્સાહિત છે.
26મીએ જ શપથ સમારોહનું આયોજન થઇ શકે
- Advertisement -
રાજ્યમાં ત્રણ દિવસની અંદર જ નવી સરકારનો શપથ સમારોહ યોજાઈ શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે એટલે કે 25 નવેમ્બરે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. આ પછી 26મી નવેમ્બરે જ શપથ સમારોહનું આયોજન કરવામાં આવી શકે છે.
અહીં જુઓ પરિણામ
- Advertisement -
જનતાએ મહાયુતિ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો
શિવસેનાના નેતા નરેશ મ્હાસકે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જનતા આજે જોઈ રહી છે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં શું થઈ રહ્યું છે. જનતાએ નક્કી કરી લીધું છે કે એકનાથ શિંદે એકમાત્ર સક્ષમ વ્યક્તિ છે કે, જે બાળાસાહેબ ઠાકરેનો વરસો ધરાવતી શિવસેનાનું નેતૃત્વ કરી શકે છે. લોકોએ પોતાના મતાધિકારથી સંજય રાઉતને જવાબ આપ્યો છે. હું શિવસેનાનો કાર્યકર છું અને હું ઈચ્છું છું કે એકનાથ શિંદે જ રાજ્યના મુખ્યમંત્રી બને.