બુટલેગર યુવરાજ શેખવા નાસી છૂટવામાં સફળ, શોધખોળ: કુલ રૂા.6.55 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
ધોરાજીના ફરેણી ગામના બુટલેગર યુવરાજ શેખવા પર રૂરલ પોલીસે ઘોંસ બોલાવી બે અલગ અલગ દરોડા પાડી દારૂની 607 બોટલ મળી રૂ.3.55 લાખનો દારૂ સહિત કુલ રૂ.6.55 લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટવામાં સફળ રહેલાં યુવરાજ શેખવાની શોધખોળ હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, ધોરાજી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જગદિશ સુવાણ, વિજયસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ પઢીયાર, કોન્સ્ટેબલ દિનેશ ગોંડલીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ફરેણી ગામ ગુંદાળા જવાના રસ્તે પહોચતા ફરેણી ગામના યુવરાજ બાલુ શેખવા નામના શખ્સે પોતાની વાડીમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે યુવરાજ શેખવાની વાડીમાં દરોડો પાડતાં યુવરાજ શેખવા વાડીએ હાજર મળી આવેલ ન હતો.
- Advertisement -
બાદમાં પોલીસે વાડીમાં આવેલ ઓરડીની આજુબાજુમાં પડેલ બોક્સ ખોલી જોતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 19 બોટલ મળી કુક રૂ.11200 નો મુદામાલ મળી આવતાં કબ્જે કરી નાસી છૂટેલા વાડી માલિક યુવરાજ શેખવાની શોધખોળ હાથ ધરી હતી.જ્યારે રૂરલ એલસીબી પીઆઈ વિ.વી.ઓડેદરાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી.
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ રાજુ સાંબડા, દિવ્યેશ સુવા, હરેશ પરમારને ધોરાજીના ફરેણી ગામનો યુવરાજ બાલુ શેખવા નામનો શખ્સ ફરેણી ગામથી મોટાગુંદાળા ગામની સીમ તરફ જતા કાચા રસ્તે આવેલ ખુલ્લી જગ્યામાં કારમાં વિદેશી દારૂની પેટીઓની હેરફેર કરે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળે દરોડો પાડતા સ્થળ પરથી એક ફોર વ્હીલ ઈનોવા કાર નં.જી.જે.18 એ.સી.2728 મળી આવેલ હતી. તેમજ ત્યાં કોઈ શખ્સ હાજર ન હતો.
પોલીસ સ્ટાફે કારની બાજુમા પડેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની પેટીઓ ચેક કરતાં તેમાંથી કુલ 588 દારૂની બોટલ મળી આવતાં દારૂનો જથ્થો રૂ.3.43 લાખ અને કાર મળી કુલ રૂ.6.43 લાખનો મુદામાલ કબ્જે કરી દરોડા વખતે કાર રેઢી મૂકી નાસી છૂટેલા બુટલેગર યુવરાજ શેખવાની શોધખોળ હાથ ધરી હતી.