દાહોદથી બસમાં આવી ચોરી કરી નાસી જતાં શખસની ધરપકડ, ચારની શોધખોળ
રાજકોટ, જૂનાગઢ, સોમનાથમાં ચડ્ડી બનીયાન ટોળકીએ તરખાટ મચાવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગ્રામ્યમાં નોંધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવાની સુચના અન્વયે એલસીબીએ દાહોદની ચડ્ડી બનીયાન ગેંગના સાગરિતને દબોચી લઇ રાજકોટ, જુનાગઢ અને સોમનાથમાં થયેલ છ ચોરીના બનાવોનો ભેદ ઉકેલી નાખી અન્ય ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી વી ઓડેદરા અને ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારના વીરવા જીઆઈડીસીમાં પાંચ કારખાનામાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ દાહોદના આંબલી ખજુરીયા ગામના રાકેશ ડિયાભાઈ ભાભોર ઉ.29ને દબોચી લઇ રોકડા 11 હજાર અને 3 હજારનો મોબાઈલ કબજે કરી પૂછતાછ કરતા પોતે પોતાના સાગરીતો માનસિંગ ધારકા પલાસ, હેમરાજ ધારક પલાસ, નિકેશ જવસિંગ પલાસ અને માનસિંગના મિત્ર સાથે મળી 3 માસ પૂર્વે ગોંડલમાં, બે માસ પૂર્વે વેરાવળ સોમનાથમાં ઘરમાંથી રોકડ-દાગીનાની, બે માસ પૂર્વે જુનાગઢના કેશોદ ખાતે ચાર મકાનમાંથી રોકડ-દાગીનાની, મહિના પૂર્વે ગોંડલ મકાનમાંથી રોકડ- દાગીનાની, પંદર દિવસ પૂર્વે મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાંથી અને પંદર દિવસ પૂર્વે વીરવા જીઆઇ ડીસીમાં કારખાના માંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી તમામ ચોરીનું સ્થળ નક્કી કરી ફોન ઘરે મૂકી નવો નંબર એક્ટીવ કરી અલગ અલગ બસમાં બેસી ચડ્ડી બનીયાન પહેરી ગુનાને અંજામ આપી જુદી જુદી બસમાં બેસી વતન જતા રહેતા હોવાનું જાણવા મળ્યું છે.