PM મોદીની પ્રેરણાથી CM રૂપાણીએ ગુજરાતનું સુકાન સંભાળી વિકાસની જ્યોત પ્રજ્જવલિત રાખી છે
આધુનિક સુખ-સુવિધાઓથી સંપન્ન અને સુરક્ષિત ગુજરાત બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દિવસ રાત મહેનત-મથામણ
ઈખ રૂપાણીની છેલ્લા સાત-આઠ દિવસોની મહત્વપૂર્ણ કામગીરીની આછેરી ઝલક
રાજ્ય સરકારનાં તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ – ઈગેઝેટ સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ થશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં પેપરલેસ ગર્વનન્સ ઈ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ પગલાંઓ ભર્યા છે. હવેથી રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ – ઈગેઝેટ સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીએ આ માટેની વેબસાઈટ યલફુયિિંંય.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ છે. વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે. પરિણામસ્વરૂપે અંદાજે સરેરાશ વાર્ષિક 3પ મેટ્રિક ટન પેપરની બચત થશે. કોઈપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઈટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. હાલ રાજ્યમાં 30 વર્ષના જૂના ગેઝેટ ઉપલબ્ધ છે તે ત્વરાએ વેબસાઈટ ઉપર એક માસમાં
ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ વિભાગને સૂચન કર્યુ હતું.
બોટાદ જિલ્લાનાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર-ગઢડા ખાતે નવનિર્મિત ઙજઅ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ
મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં 1800 મે. ટન ઓક્સિજન ઉત્પાદન કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંક સામે 175થી વધુ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ગઢડા ખાતે નવનિર્મિત ઙજઅ ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યુ હતું. બોટાદમાં હાલ બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. રૂપિયા 22 લાખના ખર્ચે નિર્માણ થયેલો ગઢડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો આ પ્લાન્ટ દર મિનિટે 150 લીટર ઓક્સિજન ઉત્પાદન કરશે જેનો ગઢડાની આસપાસના 80 ગામોના લોકોને લાભ મળશે.
- Advertisement -
આંગણવાડીનાં ભૂલકાઓને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની પ3 હજાર ઉપરાંત આંગણવાડીઓનાં 3થી 6 વર્ષનાં 14 લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. 36.ર8 કરોડ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરીને 14 લાખ ભૂલકાઓને વિનામૂલ્યે ગણવેશ વિતરણનું અભિયાન શરૂ થયું છે. આંગણવાડીના 14 લાખ ભૂલકાઓને ગણવેશ વિતરણ અન્વયે બે જોડી ગણવેશ પ્રમાણે ર8 લાખ જોડી ગણવેશ વિતરણ રાજ્ય સરકાર વિનામૂલ્યે કરશે.
રાજ્યનાં નાગરિકોને કાયદો વ્યવસ્થાની સલામતિ, સુરક્ષાની અનૂભુતિ થાય તે માટે કાયદાઓનું કડક પાલન કરવા જિલ્લા કલેકટરોને અનુરોધ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં જિલ્લા કલેકટરો – જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે ટેકનોલોજીનાં ઉપયોગથી જનહિત, લોકસેવાના કામો ટ્રાન્સપેરન્સીથી અને પ્રો-એક્ટિવલી કરીને જ ગુડ ગર્વનન્સનો ધ્યેય પાર પાડી શકાશે. તેમણે રાજ્યનાં નાગરિકોને કાયદો વ્યવસ્થાની સલામતિ-સુરક્ષાની અનૂભુતિ થાય તે માટે ગુંડા ધારા, લેન્ડ ગ્રેબિંગ એકટ, બળજબરીથી ધર્માંતરણ-લવ જેહાદ જેવા કાયદાઓનાં કડક પાલન માટે પણ જિલ્લા કલેકટરોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રના આ વડાઓ અને તેમની ટીમનાં પરફોર્મન્સથી જ આમ જનતામાં સરકાર પ્રત્યેની ઈમેજ પરસેપ્શન બનતું હોય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં ફિલ્ડ વિઝીટ, જનસેવા કેન્દ્રોની કામગીરી વધુ વ્યાપક બનાવવા પણ તાકીદ કરી હતી. તેમણે સૌ નવનિયુકત યુવા અધિકારીઓને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રો-એક્ટિવ-એર્સટીવ બનીને કાર્યરત થવાનો સંકલ્પ કરવાનું પણ આ પરિષદમાં પ્રેરક આહવાન કર્યુ હતું.
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વિકસાવવામાં આવેલી ‘પ્રજાનાં પ્રશ્ર્નો’ એપનું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રેરક દિશાદર્શનમાં રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયત રાજ્યવ્યવસ્થાના મહત્વપૂર્ણ એકમ એવી જિલ્લા પંચાયતોમાં પ્રજાના પ્રશ્નોની સમસ્યાઓની રજૂઆત માટે ટેકનોલોજીયુક્ત અભિગમની આગવી પહેલ રાજકોટ જિલ્લા પંચાયતે કરી છે. જિલ્લાની ગ્રામીણ પ્રજાના પ્રશ્નોની કે સમસ્યાઓની રજૂઆત આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ નાગરિક પોતાના ઘરે બેઠા જ જિલ્લા પંચાયત પ્રમુખને કરી શકશે. ડિજિટલ ટેકનોલોજીયુક્ત પહેલ કરનારી રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની આવી એપ લોંચ કરનારી અગ્રીમ જિલ્લા પંચાયત બની છે. મુખ્યમંત્રીએ સેવાનાં આ આધુનિક અભિગમ માટે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રમુખની આ પહેલ રાજ્યની અન્ય જિલ્લા પંચાયતો માટે પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ એપ્લિકેશનના માધ્યમથી રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના 595 ગામોના નાગરિકો માત્ર પોતાના પ્રશ્નો જ નહીં, પંચાયતની કામગીરી સંદર્ભે પોતાના સુઝાવો પણ સીધા જ જિલ્લા પંચાયત પ્રમુખને પહોંચાડી શકશે.
- Advertisement -
કોરોના ટેસ્ટ માટેની સેલ્ફ ટેસ્ટ કિટ કોવિસેલ્ફનાં ગુજરાત પાર્ટનરની સૌજન્ય મુલાકાત
કોરોના મહાનારીમાં નિદાન માટેનું ટેસ્ટિંગ સરળ અને ઘર આંગણે થઈ શકે તેવી સેલ્ફ ટેસ્ટ કિટ કોવિસેલ્ફ માયલેબ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ સેલ્ફ ટેસ્ટ કિટ ગુજરાતમાં પૂજારા ગૃપનાં સહયોગથી લોકો-નાગરિકો માટે રાજ્યના તમામ મુખ્ય શહેરોના અગ્રણી મેડીકલ-ફાર્મસી સ્ટોર્સ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ આ કોવિસેલ્ફ કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કિટનું નિદર્શન અને વિસ્તૃત વિગતો આ પ્રોડકટના ગુજરાત પાર્ટનર અને સુપર સ્ટોકિસ્ટ પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઈ પૂજારા અને ટિમ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. હવે આવી સેલ્ફ ટેસ્ટ કિટ લોકોને ઘરેબેઠા પોતાની જાતે જ કોરોના ટેસ્ટ કરવાની સગવડ આપવામાં ઉપયુકત બનશે.
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનાં વિકાસ કામો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતનાં વિવિધ વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાનાં વિકાસ કામો માટે 70ર કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો લોકહિતકારી નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીનાં આ નિર્ણય અનુસાર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસનાં 63 કામો માટે રૂ. 3પ4.80 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સામાજીક આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. 8પ કરોડની રકમ ફાળવી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રસ્તા-માર્ગોના 41 કામો માટે 90 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે.
‘એક મૈં સો કે લિયે’ અભિયાનનાં પાંચમા ચરણનો પ્રારંભ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજ રોજ ગઈઈ ડાયરેકટોરેટ ગુજરાતનાં ગઈઈ કેડેટસની ભારતીય સેનાનાં જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રભક્તિ ભાવનાની આગવી સંવેદનારૂપે ‘કારગીલના વીરોને ગુજરાતનો આભાર’ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. ગઈઈ ડાયરેકટરેટ ગુજરાતનાં વડા મેજર જનરલ અરવિંદ કપૂરની પ્રેરણાથી “એક મૈં સો કે લિયે” અભિયાન ગુજરાત સ્થાપના દિવસ 1લી મે-ર0ર1થી શરૂ કરવામાં આવેલું છે. આ અભિયાનનાં 4 તબક્કાને મળેલી સફળતા અને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ટવીટરનાં માધ્યમથી 14 લાખ હિટસની સિદ્ધિ માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટીફિકેટ ઓફ કમિટમેન્ટ પ્રાપ્ત થયેલું છે. આ અભિયાનનાં પાંચમા તબક્કામાં ગુજરાતનાં ગઈઈ કેડેટસ રપ હજાર શુભેચ્છા કાર્ડ દેશની કારગીલ સરહદે તૈનાત જવાનોને કારગીલ વિજય દિવસની રરમી વર્ષગાંઠે મોકલવાના છે. ઈખ રૂપાણીએ અભિયાનનાં પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવતાં રાજ્યની વધુને વધુ યુવાશક્તિ શાળા-કોલેજોમાં ગઈઈમાં જોડાઈને દેશહિત સર્વોપરિની ભાવના સાથે રાષ્ટ્રની એકતા-અખંડિતતા માટે રાષ્ટ્રસેવા સમર્પણ ભાવ કેળવે તેવું પ્રેરક આહવાન કર્યુ હતું.
રાજ્યમાં બાયોડિઝલનાં નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની સ્પષ્ટ સૂચનાઓ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા હતા. રાજ્યમાં બાયોડિઝલનાં નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્યસચિવની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ જકઈની રચના કરીને તેમાં રાજ્ય પોલીસવડા, ગૃહવિભાગ, નાણાવિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોનાં અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ કમિટિ નિયમીત ધોરણે બધી બાબતોની સમીક્ષા દેખરેખ રાખે તેવી સૂચના પણ મુખ્યમંત્રીએ બેઠકમાં આપી હતી.