ક્ડક SOPને લઈ ગુજરાત મેલા એસો.વિરોધમા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા તેને લઈને રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જે દરમિયાન લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ મેળાને લઈને રાઈડધારકો રાજ્ય સરકારની જઘઙનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમની વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માટે તૈયારી બતાવી છે.
- Advertisement -
રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આગામી તા. 14થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે ત્યારે તે પહેલા રાજ્ય સરકારની જઘઙ સામે રાઈડધારકો વિરોધ કરી રહ્યા છે. રાઈડધારકોની જે રજૂઆતો છે તે અંગે વહીવટી તંત્ર સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ તેનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.
નોંધનીય છે કે, રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો ઓગસ્ટ મહિનામાં યોજાવાનો છે. પાંચ દિવસના આ લોકમેળા દરમિયાન 238 જેટલા સ્ટોલ અને પ્લોટ રાખવામાં આવશે. જોકે, રાજ્ય સરકાર દ્વારા મેળામાં રાઈડ રાખતા રાઈડધારકો માટે કડક જઘઙ બનાવવામાં આવી છે, જેમાં રાઈડની હેઠળ છઈઈ એટલે કે સિમેન્ટનું ફાઉન્ડેશન અને આ રાઈડનું ૠજઝ સાથેનું બિલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે મુદ્દે ગુજરાત મેલા એસોસિએશન વિરોધ કરી રહયું છે અને કડક જઘઙ હળવી કરવામાં નહીં આવે તો ગુજરાતમાં થતા 4000 જેટલા મેળાનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.



