ઝેડ પ્લસની સુરક્ષા સંદર્ભે પોલીસની મોકડ્રિલ યોજાઇ
ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરીસરમાં સંદીગ્ધ વસ્તુ ભરેલો થેલો કોઈ મૂકી ગયુ હતુ જયારે સૂરક્ષા વિભાગ સહીત પોલીસમાં દોડધામ મચી હતી. જિલ્લા પોલીસવડા સહિત તમામ બ્રાન્ચોના અધિકારીઓનો કાફલો સોમનાથ પહોંચ્યો હતો.
બાદ માલુમ પડ્યું કે આ પોલીસ વિભાગ અને સુરક્ષાની ચકાસણી માટે આ મોકડ્રિલ યોજાયું હતું. સોમનાથ મંદિર ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા ધરાવતૂ હોય અને સ્વતંત્ર પોલીસ સ્ટેશન ધરાવતું હોય. ત્યારે સુરક્ષા વિભાગની ચકાસણી માટે આ મોકડ્રીલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોજાયું હતું. તપાસમાં જે પણ ક્ષતિઓ કે ભૂલો હશે તેને સૂધારી સુરક્ષા વધુ સઘન બનાવાશે.