ગર્ભવતી મહિલાઓને પણ આ બર્થ અપાશે: દરેક ટ્રેનમાં ‘અનામત’ બેઠકો નિશ્ર્ચિત થઈ
ખાસ-ખબર સંવાદદાતા
રેલવેમાં રીઝર્વ કલાસમાં લોઅર અને મીડલ-અપર બર્થ અંગે સતત થતા અપડેટમાં હવે ભારતીય રેલવેએ લોઅર બર્થ (નીચેની સીટ તથા બેડ) એ ચોકકસ વર્ગના મુસાફર માટે રિઝર્વ રાખવા નિર્ણય લીધો છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો પ્રવાસ કરે છે અને તેઓ એડવાન્સ બુકીંગ પણ કરાવે છે. મોટાભાગના મુસાફરો લોઅર કે સાઈડની બેઠક જ પસંદ કરે છે પણ હવે ચોકકસ કેટેગરીના મુસાફરોને જ આ લોઅર બર્થનો લાભ મળશે. રેલવે બોર્ડના નિર્ણય મુજબ બે લોઅર- બે મીડલ- થર્ડ એસીમાં બે સીટ અને એસી-3 ઈકોનોમીમાં દિવ્યાંગ લોકો માટે સ્લીપર વર્ગની બેઠકો અનામત હશે અને તે દિવ્યાંગ અને તેની સાથે પ્રવાસ કરતા મુસાફર તે મેળવશે. આ ઉપરાંત ગરીબ રથમાં 2 લોઅર અને બે અપર સીટ બર્થ દિવ્યાંગ માટે અનામત રહેશે પણ તે માટે તેઓએ પુરુ ભાડું ચુકવવું પડશે.
આ ઉપરાંત સિનીયર સીટીઝનમાં 45 વર્ષ કે તેથી વધુ ઉમરની મહિલા અને ગર્ભવતી મહિલા 6થી7 લોઅર બર્થ સ્લીપર કલાસ તથા 4-5 લોઅર બર્થ એસી-3માં દરેક કોચમાં 3-4 લોઅર બર્થ સેક્ધડ એસીમાં રીઝર્વ રહેશે અને તેઓને માંગ્યા વગર જ આ બર્થ એલોટ્ટ કરી દેવાશે અને જો કોઈ કારણોસર સીનીયર સીટીઝન કે દિવ્યાંગ અથવા આ કેટેગરીમાં આવતા મહિલાને અપર સીટ અપાઈ ગઈ હોય તો ટ્રેનમાં ટીટી તેમાં ફેરફાર કરીને નીચેની બર્થ આપી શકશે.