સામાન્ય રીતે મળતી કૅશ પ્રાઇઝનો ઉપયોગ જલસા કરવામાં કે પછી દેવું ચૂકવવામાં કે લોન ભરપાઈ કરવામાં થતો હોય છે, પણ રુબીના દિલૈક માટે આ વાત લાગુ નથી પડવાની. કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનની વિનર રુબીનાને શો જીતવા માટે ૩૬ લાખ રૂપિયાનું કૅશ પ્રાઇઝ મળ્યું છે અને એ રકમમાંથી રુબીના પોતાના હિમાચલ પ્રદેશના શિમલા પાસે આવેલા કશૌલી નામના પોતાના ગામમાં મેટલની સડક બનાવડાવશે. રવિવારે ફિનાલે જીત્યા પછી રુબીનાએ કહ્યું હતું કે ‘અમારા ગામમાં પાક્કો રસ્તો નથી, મારે એ રોડ કરાવવો છે અને ઇલેક્ટ્રિસિટી માટે પણ કાયમી રસ્તો શોધવો છે, પણ મને ખબર નથી કે રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થશે એટલે પહેલાં રસ્તાનું પ્લાનિંગ કરીશ અને એ પછી ઇલેક્ટ્રિસિટી માટે હું બાકીની રકમ ખર્ચીશ.’ રુબીના દિલૈકના હસબન્ડ અભિનવ શુક્લાને પણ રુબીનાના આ ખર્ચ સામે કોઈ પ્રૉબ્લેમ નથી. અભિનવે કહ્યું કે ‘એ તેનું ઇનામ છે અને મને એના વિચાર પર ગર્વ છે.’
બિગ બૉસની કૅશ પ્રાઇઝની રકમ રુબીના ક્યાં ખર્ચશે?
You Might Also Like
Follow US
Find US on Social Medias


