300 વાહનચાલકોએ મુશ્કેલી ભોગવવી પડશે : 2017થી ટ્રેક મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
રાજકોટ આરટીઓમાં ગત માર્ચ માસમાં 10 દિવસથી વધુ સમય RTOનો ટ્રેક બંધ રહ્યો હતો. જે બાદ આજે (18 જૂન) પણ છઝઘનો ટ્રેક રહેતા 300 જેટલા લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આવતીકાલે પણ ટ્રેક શરૂ થઈ શકશે કે નહીં? તે નક્કી નથી. રાજકોટ છઝઘ કચેરીમાં વર્ષ 2017થી એટલે કે, છેલ્લા 7 વર્ષથી ટ્રેક મેઇન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી. વારંવાર ટ્રેક બંધ થતા લોકોને લાયસન્સ કઢાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે બાબતે રાજ્યની વાહન વ્યવહાર કચેરી સત્વરે કોઈ વ્યવસ્થા કરે તે જરૂરી છે.
રાજકોટ RTO કચેરીમાં આજે વાહન ચાલકોને લાઈસન્સ કઢાવવા માટેનો ટ્રેક બંધ છે. ટ્રેકમાં આવેલું સેન્સર બગડી જતાં આજે ટ્રેક બંધ રાખવાની ફરજ પડી છે. જે સેન્સર રિપેરિંગ માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. જો સાંજ સુધીમાં સેન્સર થઈને આવી જશે તો આવતીકાલથી લાઇસન્સ કઢાવવા માટેનો ટ્રેક કાર્યરત થઈ જશે. રાજકોટ RTO કચેરીમાં દરરોજ 300 જેટલાં વાહનચાલકો લાયસન્સ કઢાવવા માટે ટ્રાય આપવા આવે છે. જોકે, આજે આ વાહનચાલકો ટ્રાય આપવા માટે આવી શક્યા નથી. કારણ કે, ટ્રેક બંધ રાખવામાં આવ્યો છે. જેથી આજે જે વાહનચાલકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતનાં વાહનોની ટ્રાય માટે આવવાના હતા, તેઓને સ્લોટ મૂજબ નવી તારીખ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ RTO કચેરીના ટ્રાય માટેનાં ટ્રેકનું મેઇન્ટેનન્સ હાલ કરવામાં આવતું નથી. વર્ષ 2017માં RTO ટ્રેકના ટેક્નિકલ મેઇન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ હતો. જે બાદમાં રિન્યુ થયો નથી અને ટેકનિકલ વ્યક્તિ ન હોવાથી છઝઘના ટ્રાય માટેના ટ્રેકનુ મેઇન્ટેનન્સ થઈ શકતું નથી. મહત્વનું છે કે, 7 વર્ષ સુધી રાજ્યની રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસની વડી કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તેને લીધે લાયસન્સની ટ્રાય માટેનો કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ શક્યો નથી. જેથી રાજકોટ આરટીઓ કચેરીમાં ટેકનિકલ પર્સન વિના ટ્રાય માટેના ટ્રેકનું મેઇન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે.