ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ આર.ટી.ઓ. કચેરી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ ચેકિંગ ડ્રાઇવ યોજી હતી. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી આ કાર્યવાહી દરમિયાન સ્કૂલ વાહનોના નિયમોનું પાલન થાય છે કે નહિ તે ખ્યાલ મેળવવામાં આવ્યો.આ ડ્રાઈવમાં કુલ 31 સ્કૂલ વાહનોની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અનેક વાહનો પર ગંભીર અનિયમિતતાઓ સામે આવી જેમાં પરમિટ વિના સ્કૂલ વાન ચલાવવી, રેડિયમ રીફલેક્ટર ન લગાવવો, સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન વગેરે બાબત ધ્યાનમાં આવતા નિયમ વિરુદ્ધ પકડાયેલા તમામ વાહનો સામે કુલ રૂ. 4,82,000/-નો દંડ ફરમાવ્યો છે.
આ ચેકિંગ દ્વારા આર.ટી.ઓ. દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે નિયમોનુ ઉલ્લંધન કરનારા સામે ભવિષ્યમાં પણ આવી કડક કામગીરી યથાવત રહેશે.
RTOની સ્કૂલ વાહન ચેકિંગ ડ્રાઈવ: 31 વાહનને દંડ



