રૂા. 10 લાખથી વધુના દંડની વસુલાત કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા વાહન ટેક્સ ડિફોલ્ટર બાબતે ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું જેમાં કચેરી ના ઈન્સન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્થળ ઉપર ચેકિગ હાથ ધરેલ અને કુલ 42 જેટલાં મોટર વાહનકાયદાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવેલ અને 5,89,873/ – નો દંડ કરવાં આવેલ હતો. એચ એ પટેલ અને કેડી ઝાલાની સયુંકત ડ્રાઈવ થી કુલ 12 જેટલાં ટેક્સ ડિફોલ્ટર વાહનો પકડવામાં આવેલ અને 4,08,873/- જેટલો દંડ કરી ડિટેઇન કરવામાં આવેલ હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓદ્વારા પખવાડીયા અગાઉ 40થી વધારે શૈક્ષણિક અને ટ્રસ્ટની સંસ્થાઓ તેમજ ઔદ્યોગીક એકમોમાં દોડાવવામાં આવતા વાહનોના બાકી ટેકસ બાબતે નોટીસો ફટકારી હતી. આરટીઓની કાર્યવાહીથી વાહન ચાલકો અને ટેક્સ નહીં ભરનાર માલિકોમાં ફફડાટ ફેલાયો છે.