ટુર્નામેન્ટમાં કુલ 8 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં જામનગર ટીમનો ભવ્ય વિજય થયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા રોડ સેફટી મહિનાની ઉજવણીના ભાગ રૂપે 05/01/2025ના રોજ ગૌરીદળ ગામ રાજકોટ ખાતે રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ રોડ સેફ્ટી બાબતે લોકોમા જાગૃતિ લાવવા માટેનો હતો. આ ટુર્નામેન્ટમા કુલ 8 જીલાની ટિમોએ ભાગ લીધો હતો જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના લોકો રોડ સેફટી બાબતે જોડાયેલા હતા. જેમાં જામનગર ટીમ રોડ સેફટી ટુર્નામેન્ટમા વિજય થઇ હતી.