રવિવારે શહેરમાં પાંચ ઝોનમાં કુલ 6 કાર્યક્ર્મો ઉજવાશે
સંઘની સંગઠન શક્તિને નિહાળવા નાગરિકોને આમંત્રણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિજયાદશમી ઉત્સવ આપણી સંસ્કૃતિમાં યુગો યુગોથી વિજય અને શક્તિ આરાધનાના પર્વ તરીકે ઉજવાય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિજયાદશમીનું વિશેષ મહત્વ છે કારણ કે એ સંઘનો સ્થાપના દિવસ પણ છે. આગામી શતાબ્દી વર્ષના કાર્ય વિસ્તારને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરના પાંચ અલગ અલગ વિસ્તાર (ઝોન) બનાવવામાં આવ્યા છે. આ પાંચ ઝોનમાં કુલ 6 કાર્યક્રમો થવાના છે.
સંઘની પરંપરા મુજબ આ કાર્યક્રમોમાં સંઘની શાખામાં શીખવાડવામાં આવતા જુદા જુદા શારીરિક કાર્યક્રમો જેવા લાઠી દાવ, કરાટે, યોગાસન, વ્યાયામ યોગ, બેન્ડ, પિરામિડ, નાના બાળકોની વેશભૂષા તથા દેશી રમતોનું નિદર્શન થશે. અબાલવૃદ્ધ બધા સ્વયંસેવકો ગણવેશ પહેરીને ઉત્સાહથી વિજ્યાદશમી ઉત્સવમાં ભાગ લેવા તૈયાર છે. સાથે ગીત, સુભાષિત અમૃતવચન જેવા બૌદ્ધિક કાર્યક્રમો પણ થશે.
નટરાજ વિસ્તાર(ઝોન) તારીખ 18 સપ્ટેમ્બર રવિવાર સાંજે 5:30 વાગ્યે સાધુવાસવાણી રોડ રાધે કૃષ્ણ ચોકમાં અતિથિ વિશેષ રશ્મિકાંતભાઈ મોદી (મોદી સ્કૂલ) અધિકારી ડો. સંજીવભાઈ ઓઝા રાજકોટ વિભાગસંઘચાલક રહેશે