આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજદિન સુધીમાં 31000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, રાજીવ આવાસ યોજના ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા. 1-4થી તા. 30-4 સુધીમાં રૂા. 11,49,61,594ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવી છે.
હાલમાં વિવિધ યોજનાઓના એલોટમેન્ટ લેટર વિતરણ શરૂ છે તે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવ્યા નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કર્યા નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવી છે.



