અમદાવાદની બ્યુટી પાર્લર સંચાલિકા પાસેથી 58.95 ગ્રામ ડ્રગ્સ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એસઓજીએ બાતમી આધારે અમદાવાદમાંથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક યુવતીને બામણબોર પાસે વોચ ગોઠવી દબોચી લીધી છે અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી 27 વર્ષિય શ્વેતા શાંતિલાલ ઠક્કરને રાજકોટ શહેર એસ.ઓ.જી ટીમે બામણબોર નજીકથી ઝડપી લઈ તેની પાસેથી રૂ. 5.89 લાખનો 58.95 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કરી તપાસ કરતાં કોઈ પાર્ટીમાં આવી હોવાનું જણાવતા પોલીસે પાર્ટી કયા થવાની હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા તરફથી રાજકોટમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા SAY NO TO DRUGS– મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે SOG પી.આઈ. એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમને મળેલી બાતમી આધારે રાજકોટ- અમદાવાદ હાઇવે પર બામણબોર ગામમા જવાના જુના રસ્તા પાસે વોચ ગોઠવી હતી ત્યારે યુવતી શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને અટકાવી મહિલા પોલીસ દ્વારા તપાસ કરતા તેની પાસેથી 58.95 ગ્રામ ડ્રગ્સ જેની કિંમત રૂપિયા 5,89,500, 2 મોબાઈલ, નાનો વજન કાંટો, રોકડા રૂપિયા સહિતના 6.10 લાખનો મુદામાલ મળી આવતા ધરપકડ કરી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે પી.આઈ. જાડેજાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ સાથે ઝડપાયેલાં યુવતી અમદાવાદ રહેતી શ્વેતા શાંતીલાલ ઠકકર ઉ.-27 છે જોકે તે રાજકોટમાં ડ્રગ્સ આપે તે પહેલા ઝડપી લીધી હતી તે રાજકોટમાં કોઈ પાર્ટીમાં ડ્રગ્સ આપવાની હોવાની માહિતી પ્રાપ્ત થતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.