દિવાળી પર્વમાં ચાલું કરે તે પૂર્વે જ તસ્કરો મશીનરી, ડીવીઆર ચોરી ગયા
એરપોર્ટ પોલીસે મહિલા બેંક કર્મચારીની ફરિયાદ પરથી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ભાગોળે આવેલ જીયાણા ગામે અનાજ ક્લિનિંગના બંધ કારખાનામાંથી 7.90 લાખની મશીનરીની ચોરી થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો બેંક કર્મી મહિલાએ કારખાનું ખરીદ્યા બાદ નવરાત્રીમાં શરૂ કરવાનું હતું તે પહેલાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં લક્ષ્મીનગર મેઈન રોડ પર મધુવન સોસાયટીમાં રહેતાં ચેતનાબેન મનોજકુમાર ધડુક ઉ.36એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, નાના મૌવા-રોડ પર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં ઇન્વેસ્ટમેંટ ડિપાર્મેટમાં નોકરી કરે છે તેને જોબવર્કથી મલ્ટીપલ પ્રોડકસ તૈયાર કરવી હોય જેથી કારખાનુ શોધતા હોય દરમ્યાન તપાસ કરતા જીયાણા ગામે ગણેશ એગ્રો નામનું કારખાનુ હાલ બંધ હોય અને તેમા બેન્ક ઓફ ઇન્ડિયાનુ સીલ હોય તેની તપાસ કરી કારખાનુ ખરીદવા વાત કરી હતી ફરીયાદીએ ભાવતાલ નક્કી કરી દોઢ વર્ષ પહેલા આ કારખાનુ બેંક પાસેથી લીધું હતુ. ત્યારથી તે કારખાનુ બંધ હતુ તેમા તે અને તેના ભાઈ કરણભાઇ બન્ને પાર્ટનર હતા ત્યારે આ કારખાનાનું નામ બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રાખેલ હતુ કારખાનામા સોર્ટેક્ષ નામનુ મશીન છે ગઇ તા.6ના બપોરે કારખાને ગયા ત્યારે ત્યા જોયુ તો તેમનો જે સામાન અને મશીનરી હતી તે જે-તે હાલતમા જોવામા આવેલ હતી. ત્યારબાદ શટર બંધ કરી નીકળી ગયા હતા ત્યારબાદ ગઇ તા.21 ના બપોરે તેણી અન્ય લોકો અને એન્જીનીયર રહેમાનભાઇ સાથે કારખાને ગયા હતા આ કારખાનામા કુલ ચાર શટર છે જેમા ત્રણ શટરને તાળા મારેલા અને એક શટર જેમા તાળુ મારેલ ન હતું. જેથી તે ઉચુ કરી જોતા તેમા મશીનના સ્પેર-પાર્ટ છુટા છવાયા તેમજ મશીન ખુલેલી હાલતમા જોવા મળ્યું હતું. જેથી ચોરી થઈ હોય તેવું જાણવા મળ્યું હતું ફરીયાદીએ પાર્ટનર કરણભાઇને ફોન કરી બોલાવી અને જોયું તો કારખાનામા જે સી.સી.ટી.વી. કેમેરા લગાવેલ હતા તે તેમજ ડી.વી..આર પણ જોવામા આવેલ નહીં.
જેથી તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ગઈ હતી. ત્યારે ત્યાં રહેલ સોર્ટેક્ષ મશીનમાંથી આશરે છથી સાત મોટરની તથા મશીનનુ પેનલ બોર્ડ જેમા મશીનની ટચસ્ક્રીન ડીસપ્લે તેમજ મશીન ચાલુ કરવા માટે મશીનની પાછળ પેનલ બોર્ડ હતુ તે જોવામા આવેલ નહી જેથી કુલ 7.90 લાખની મતા ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હોવાની ફરીયાદ પરથી એરપોર્ટ પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમોએ તપાસ આદરી હતી.