મહારાષ્ટ્રમાં સ્ટીલના બિઝનેસમેનના ફાર્મહાઉસમાં જાણે રૂપિયાનો પહાડ જ ઊભો થઈ ગયો, સોનું અને હીરા મોટી તો અઢળક
એક તરફ દેશભરમાં ED સપાટો બોલાવી રહી છે ત્યારે હવે ઈન્કમ ટેક્સ વિભાવ પણ કાર્યવાહી કરી રહ્યું છે. બંગાળ બાદ મહારાષ્ટ્રમાં IT વિભાગની મોટી રેડ ચાલી રહી છે. મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ, કાપડ અને રિયલ એસ્ટેટના બિઝનેસમેનના ઠેકાણા પર એકસાથે રેડ પડી છે જેમાં આશરે 390 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં 58 કરોડ કેશ, 32 કિલો સોનું-હીરા મોટી અને પ્રોપર્ટી સામેલ છે.
- Advertisement -
Odisha | On the night of 9th August, an excise team recovered over Rs 1.22 crore in cash and around 20 gold biscuits from the possession of a Maharashtra-based businessman at Lanjipalli in the Ganjam district, during a drive meant to check the smuggling of ganja. pic.twitter.com/kqfLZJNkrq
— ANI (@ANI) August 11, 2022
- Advertisement -
120 ગાડીઓ, 260 અધિકારી…13 કલાક તો ગણવામાં લાગ્યા
રેડમાં આટલી મોટી સંખ્યામાં કેશ મળી આવતા કર્મચારીઓને નોટ ગણતાં ગણતાં જ 13 કલાક લાગી ગયા અને 1થી 8 ઓગસ્ટ સુધી આ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 260 અધિકારીઓ આ રેડમાં સામેલ હતા અને 120થી વધારે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફાર્મ હાઉસમાં હતો ખજાનો
નોંધનીય છે કે આયકર વિભાગને સૂચના મળી હતી કે સ્ટીલ કંપનીમાં કઈક અનિયમિતતાઑ ચાલી રહી છે જે બાદ આ એક્શન લેવામાં આવ્યા હતા. પહેલા ઘર અને ઓફિસમાં રેડ કરવામાં આવી પણ ત્યાંથી કશું ન મળ્યું, શહેરની બહાર જ્યારે ફાર્મ હાઉસની તપાસ થઈ તો જાણે ખજાનો જ નીકળ્યો હોય તેમ 390 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી.