જસ્ટિસ એસ એ નઝીરની અધ્યક્ષતાવાળી 5 જજોની બેન્ચે સંકેત આપ્યા હતા કે, જૂની ચલણી નોટો બદલવા એક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવશે
દેશમાં નોટબંધીની સૂચનાને પડકારતી અરજીઓ પર શુક્રવારે સંવિધાન પીઠ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. જસ્ટિસ એસ એ નઝીરની અધ્યક્ષતાવાળી 5 જજોની બેન્ચે સંકેત આપ્યા હતા કે, જૂની ચલણી નોટો બદલવા એક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવશે. જોકે અમુક ખાસ કિસ્સાઓમાં જ આ મંજૂરી આપવામાં આવશે. બંધારણીય બેન્ચે 5 ડિસેમ્બરે આ મામલાની સુનાવણી ચાલુ રાખશે.
- Advertisement -
આ અરજીઓમાં નોટબંધી 8 નવેમ્બર,2016ના નોટિફિકેશનને ગેરકાયદેસર ગણાવીને પડકારવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વેંકટરામનીએ કહ્યું કે, કોર્ટ આ પ્રકારનો આદેશ આપી શકે નહીં. નોટબંધી બાદ નોટ બદલવાની પ્રક્રિયાને ઘણી આગળ ઘકેલવામાં આવી હતી પરંટી લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો ન હતો. તેમણે કહ્યું કે, કેટલા કિસ્સાઓમાં સરકાર નોટ બદલવા પર વિચાર કરી શકે છે.
સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમ્યાન એટર્ની જનરલે નોટબંધીના જાહેરનામાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નકલી નોટો અને આતંકવાદને ફંડિગની સમસ્યા રોકવા માંતે ઉઠાવવામાં આવેલું આ પગલું છે.
મહત્વનું છે કે, નોટબંધી રિઝર્વ બેન્ક એક્ટ, 1934ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી. કોઈ કાનૂની સમસ્યા નથી. હવે આ અરજીઑને ધ્યાનમાં લેવી એ એક શૈક્ષિણક કવાયત છે જેનો હવે કોઈ અર્થ નથી.
- Advertisement -
પીઠ મુજબ અમે એક મિકેનિઝમ બનાવવા પર વિચાર કરીશું. જેમાં ખાસ કિસ્સાઓમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલવાના વિકલ્પો જોવા મળશે. રિઝર્વ બેન્ક 2017ના કાયદાની કલમ 4(2)(3) હેઠળ આ કામ કરી શકે છે.
અરજદારો શું કહી રહ્યા છે ?
– મારી પાસે એક કરોડ રૂપિયાથી વધુની જૂની નોટો છે. કોર્ટે કહ્યું, તમે તેમને હાથમાં રાખો.
– મારી જપ્ત કરેલી લખો રૂપિયાની રકમ કોર્ટમાં જમાં છે, પરંતુ નોટબંધી પછી તે નકામી બની ગઈ છે.
– અમે વિદેશમાં હતા, માર્ચ પહેલા પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. તે માર્ચના અંત સુધી ખુલ્લી હોવાનું જણાવ્યું હતું.