તસ્કરો છતનું છાપરૂ તોડી 7 વાળવ, 5 બ્લેડ, પાઈપ અને બ્લોક ઉઠાવી જતા ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર સિલ્વર સ્ટોનમાં રહેતા અને વૈદવાડી ખાતે સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉન રાખી હાઇડ્રોલીક પ્રેશ મશીન બનાવવાનુ કામકાજ કરતા અક્ષયભાઇ ગીરીશભાઇ રાઠોડ ઉ.32એ 3.55 લાખની ચોરી અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોડાઉનમાં હું તથા મારા કાકા રજનીકાંતભાઇ અમે બંન્ને ભાગીદારીમાં છીએ આ જગ્યાનો ઉપયોગ અમે ગોડાઉન તરીકે કરીએ છીએ ગઇ તા.20/07/25ના સાંજે પીત્તરાઇ ભાઇ જીગ્નેશભાઈનો મને ફોન આવેલ અને મને જણાવેલ કે ગોડાઉનના દરવાજા વળી ગયેલ છે અને ઉપરની છત તોડેલ છે જેથી તમો તુરંત જ ગોડાઉને આવો જેથી હું તથા મારા પિતાજીએ જઈને જોયું તો ગોડાઉનમાંથી હાઇડ્રોલીક વાલ્વ પંપ નંગ 07 જેની કુલ કિંમત રૂપીયા પ3000 તથા હાઇડ્રોલીક બ્લોક નંગ 07 જેની કુલ કિંમત રૂપીયા 17500, સીયરીંગ મશીનની બ્લેડ નંગ 05 જેની કિંમત રૂપીયા 1,10000, લોખંડની પાઇપ જે એકથી દોઢ મીટર લાંબી તથા ચાર ઇંચ પોહળી જેની કુલ કિંમત રૂપીયા 1,75, 000 ઉપર મુજબની ચીજ વસ્તુ કોઇ ચોર ઇસમ અમારા ગોડાઉનની છત તોડી અંદર પ્રવેશી તથા આગળાના દરવાજાને વાળી ગોડાઉન માથી ચોરી કરી લઇ ગયેલ હોવાનું જાણવા મળતા કુલ 3,55,500ની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.