– કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયની જાહેરાત
– આ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લીગેશન ફંડમાંથી આપવામાં આવશે
- Advertisement -
સરકારે આગામી 500 દિવસોમાં 25,000 મોબાઇલ ટાવર લગાવવા માટે 26,000 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. ટેલિકોમ મંત્રાલયની તરફથી મંગળવારે જારી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લીગેશન ફંડમાંથી કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અમલ ભારત બ્રોડબેંડ નેટવર્ક દ્વારા કરવામાં આવશે.
સત્તાવાર નિવેદન અનુસાર ટેલિકોમ પ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા માટે સંપર્ક સુવિધા મહત્ત્વપૂર્ણ છે અને દેશના દરેક ખૂણા સુધી તેની પહોંચ હોવી જોઇએ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આગામી 500 દિવસોમાં 25,000 મોબાઇલ ટાવર લગાવવા માટે 26,000 કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપવામાં આવી છે.
આ સંમેલનમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફરમેશન ટેકનોલોજી રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખર, ટેલિકોમ રાજ્ય પ્રધાન દવુસિંહ ચૌહાણ અને 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના માહિતી ટેકનોલોજી પ્રધાનો હાજર રહ્યાં હતાં.