સોશિયલ મિડિયા કંપનીની પ્રોડક્ટ જોઈને ઓર્ડર આપ્યો: વેપારીએ પૈસા છઝૠજ કર્યા
વેપારી ભાગીદારો સાથે મોરબી ટાઈલ્સ લેવા પહોંચ્યા ત્યારે માલૂમ પડ્યું કે એવી કોઈ કંપની નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. સોશિયલ મીડિયા આજના સમયમાં વેપાર ધંધાનું પણ સાધન બની ગયું છે. પરંતુ અનેક કિસ્સાઓ એવા સામે આવી રહ્યા છે જેમાં લોકો છેતરામણીનો ભોગ બની રહ્યા છે. નિવેદીતાનગરમાં રહેતા અને સીરામીક ટાઈલ્સનો ભાગીદારીમાં 150 ફુટ રીંગ રોડ પરના ઈમ્પાયર બિલ્ડીંગમાં ઓફીસ રાખી વેપાર કરતા હિરેનભાઈ કિશોર સાથે રૂ.2.60 લાખની ઓનલાઈન ઠગાઈ થયાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે એક કંપનીનો સોશિયલ મિડિયા પર મેસેજ વાચ્યા બાદ ટાઈલ્સ ખરીદી બાબતે તેણે રસ દાખવ્યો હતો અને કોલ કરતા તે શખ્સે પોતાનું નામ બ્રિજેશ પટેલ જણાવ્યું હતું. ત્યારબાદ ટાઈલ્સનો ઓર્ડર આપ્યો હતો. બ્રિજેશને પેમેન્ટ કરવા માટે તેના બેન્ક એકાઉન્ટની માહિતી આપવાનું કહેતા બીજા દિવસે આપવાનું કહ્યું હતું. થોડા દિવસો બાદ કોલ કરી પોતે ભારત બહાર છે તેમ કહી પાર્ટનર વિવેક સાથે વાત કરવાનું કહી તેનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી વિવેક સાથે વાતચીત કરી ઓર્ડર આપ્યો હતો અને નક્કી થયા મુજબ તેણે જણાવેલ બેન્ક એકાઉન્ટમાં રૂ.2.60 લાખ આરટીજીએસથી મોકલી આપ્યા હતા.