સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ 200 બ્રહ્મોસ મિસાઇલની ખરીદીની ડીલ મંજુરી આપી દીધી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલની ખરીદી ભારતીય નેવી માટે કરવામાં આવશે. આ ડીલ 19 હાજર કરોડ રૂપિયાની છે. ગઇકાલે સુરક્ષા બાબતની કેબિનેટ સમિતિની બેઠક યોજાઇ, જેમાં આ ડીલને મંજુરી આપવામાં આવી.
માર્ચના પહેલા અઠવાડીયામાં ડીલ સાઇન કરવામાં આવશે
આ ડીલ પર બ્રહ્મોસ એરોસ્પેસ અને રક્ષા મંત્રાલયની વચ્ચે માર્ચના પહેલા અઠવાડીયામાં સાઇન થઇ શકે છે. બ્રહ્મોસ એરોસ્પોસ ભારત અને રશિયાની સરકારનું એક સંયુક્ત પરાક્રમ છે, જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું ઉત્પાદન કરે છે. આ મિસાઇલને સબમરીન, યુદ્ધક જાહાજો, એરક્રાફ્ટ અને જમીનથી પણ ફાયર કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલ ભારતીય નેવીનું મુખ્ય હથિયાર છે, જે એન્ટી શિપ અને એટેક ઓપરેશનમાં ઉપયોગ થાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારતમાં રશિયાની મદદથી વિકસિત કરવામાં આવે છે અને એમાં કેટલાય પાર્ટસ ભારતમાં બનાવવામાં આવ્યા છે. ભારત જલ્દી જ બ્રહ્મોસ મિસાઇલને ફિલિપિન્સને નિકાસ કરનાર છે. બંન્ને દેશોની વચ્ચે આ બાબતને લઇને ડીલ થઇ ચુકી છે અને એમની સાથે જ ફિલિપિન્સ બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમને ખરીદનાર પહેલા વિદેશી ગ્રાહક દેશ બની ગયા છે.
- Advertisement -
ભારતીય હથિયારોની નિકાસ વધારવા પર ફોક્સ
દક્ષિણ એશિયાના કેટલાય દેશોમાં પણ બ્રહ્મોસ મિસાઇલની ખરીદીમાં રસ દાખવ્યો છે. બ્રહ્મોસ એરોસ્પોસના પ્રમુખ અતુલ રાણેએ જણાવ્યું કે, ફિલિપિન્સની સાથે બ્રહ્મોસ મિસાઇલનો સોદો લગભગ 375 મિલિયન ડોલરનો થશે અને તેમની ટીમ પ્રયત્ન કરી રહી છે કે વર્ષ 2025 સુધી હથિયારોની નિકાસને 5 અરબ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે અને વડાપ્રધાન દ્વારા નક્કી કરેલા લક્ષ્યને પાર પાડવામાં બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમની મહત્વની ભૂમિકા રહેશે. બ્રહ્મોસ મિસાઇલના સોદાના કારણે ભારતમાં વિકસિત બીજા હથિયારો જેમ કે આકાશ મિસાઇલ, હોવિત્જર તોપ જેવા હથિયારોને નિકાસની સંભાવનાઓ વધી શકે છે.
હથિયારોના નિકાસને મહત્વ આપવા માટે રક્ષા મંત્રાલય પોતાના હથિયારોની હાર્ડવેયર ક્વોલિટીની સુધારવા પર ફોક્સ કરી રહ્યા છે. સાથે જ ભારતીય કંપનીઓએ વિદેશોમાં પણ પોતાના કાર્યાલય ખોલ્યા છે, જો કે નિકાસમાં વધારો કરવા બાબતે મહત્વ આપી શકે છે.