એઈમ્સ પાસેથી મોરબી હાઈવે સુધી ટ્રાફિક સુવિધા વધારવા રૂડા દ્વારા દરખાસ્ત મંજૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે આવેલા ગુજરાતના પ્રથમ એઈમ્સથી પસાર થતાં રીંગ રોડ-2 ફેઝ-5 (અમદાવાદ નેશનલ હાઈવે થી મોરબી સ્ટેટ હાઈવે) માર્ગને 2 માર્ગીયથી 4 માર્ગીય બનાવવા માટે રૂ. 1869.01 લાખ મંજુર કરવામાં આવ્યા છે. આ માર્ગ સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં પ્રવાસી દર્દીઓ માટે મુખ્ય માર્ગ છે અને હાલ ટ્રાફિકની સમસ્યાઓ સર્જતી હતી.રાજકોટ 71-ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રજાજનોની સુરક્ષા અને સરળતા માટે સરકારમાં રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપી પ્રજાજનોને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ઉકત માર્ગ 4 માર્ગીય બનવાથી માત્ર ટ્રાફિક સુગમ નહીં બનશે, પરંતુ સૌરાષ્ટ્રના તમામ પ્રજાજનોને સહેલાઈ અને સુરક્ષિત મુસાફરી મળશે. મંત્રી ભાનુબેન બાબરીયાએ સર્વે પ્રજાજનો તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. આ વિકાસકાર્ય શહેરના સર્વગ્રાહી વિકાસ અને શહેરી સુવિધાઓમાં વધારો માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે, જે શહેરી જીવનને વધુ સુગમ, સુરક્ષિત અને આધુનિક બનાવશે.