રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર એક્શન મૂવી RRRએ બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર, બેસ્ટ ઓરીજનલ ગીત અને બેસ્ટ સ્ટન્ટ્સ માટે કુલ ચાર એવોર્ડ જીત્યા છે.
ભારતની એક ફિલ્મ જેનો ડંકો આખા હોલીવુડમાં વાગી રહ્યો છે તે છે RRR. નિર્દેશક એસએસ રાજામૌલીની આ ફિલ્મને ઓસ્કાર 2023ની નોમિનેશન લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ઓસ્કાર એવોર્ડ્સ આવવામાં હજુ સમય છે, પરંતુ તે પહેલા RRR એ દરેક અન્ય એવોર્ડ શોમાં ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે વધુ એક પ્રતિષ્ઠિત હોલીવુડ એવોર્ડ જીત્યો છે.
- Advertisement -
Honoured to be representing Indian Cinema at the @HCAcritics 2023 along with @ssrajamouli Garu & @mmkeeravaani Garu.
I’m proud of the recognition we received as team @RRRMovie tonight. pic.twitter.com/u44ee2peX5
— Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023
- Advertisement -
હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડમાં ચાર એવોર્ડ જીત્યા
રામ ચરણ અને જુનિયર એનટીઆર તેમની ફિલ્મ RRR થી દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ રહ્યા છે. એક તરફ દેશવાસીઓ ઓસ્કાર એવોર્ડ 13 માર્ચની રાહ જોઈ રહ્યા છે કારણ કે ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’ નોમિનેટ થયું છે પણ એ પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડ 2023માં ચાર એવોર્ડ જીત્યા છે.
આ કેટેગરીમાં જીત્યા એવોર્ડ
‘RRR’એ શુક્રવારે રાત્રે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સમાં ચાર એવોર્ડ જીત્યા છે.જણાવી દઈએ કે રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર એક્શન મૂવી માટે બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર, બેસ્ટ ઓરીજનલ ગીત અને બેસ્ટ સ્ટન્ટ્સ માટે એવોર્ડ જીત્યા છે. આ સાથે જ હોલીવુડ ક્રિટિક્સ એસોસિયેશન એવોર્ડ્સ 2023માં રામ ચરણ એ એવોર્ડ પર પ્રેઝન્ટ કર્યો હતો અને પ્રેઝન્ટર્સની લિસ્ટમાં તેઓ એકલા ભારતીય એકટર હતા.
#GlobalStarRamCharan 👑 at Hollywood Critics Awards, LA, USA#RRRMovie #RRRForOscars@AlwaysRamCharan 🦁#ManofmassesRamcharan #Ramcharan#ManOfMassesRamCharan pic.twitter.com/GdIs37ZwUw
— Sagar Maurya (@Sagarmaurya0143) February 25, 2023
એમ એસ રાજામૌલીની સ્પીચે જીત્યું દિલ
બેસ્ટ એક્શન મૂવી એવોર્ડ જીત્યા પછીની સ્પીચમાં એસએસ રાજામૌલીએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે મારે બેકસ્ટેજ પર જઈને તપાસ કરવાની જરૂર છે… મને લાગે છે કે હું પહેલેથી જ મારી પાંખો ઉગાડવાનું શરૂ કરીશ… અન્ય લોકો સાથે! ખુબ ખુબ આભાર! આ એવોર્ડનો ઘણો અર્થ છે! હું શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું…. એમને પોતાની જીત દેશને સમર્પિત કરતાં કહ્યું કે ‘મારું ભારત મહાન’