ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રોટરી લલિતાલય હોસ્પિટલ દ્વારા ખાસ વેકેશનમાં નિષ્ણાત તબીબો દ્વારા રાહતદરે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન તા. 10-5થી 10-6 સુધી રોટરી લલિતાલય હોસ્પિટલ, 6 ગીતગુર્જરી સોસાયટી, હોટલ પેટ્રિયા સ્વીટ્સના સામેના રોડ પર, જૂના એરપોર્ટ રોડની બાજુમાં કરવામાં આવેલું છે.
- Advertisement -
દર સોમવારે ફકત 20 રૂપિયામાં આંખની તપાસ, દર બુધવારે દાંતની તપાસ, દર શુક્રવારે હોર્મોનના રોગ જેવા કે ડાયાબિટિસ, થાઈરોઈડ, માસિકની અનિયમિતતા, નબળા હાડકા તેમજ મેદસ્વીની તપાસ સવારે 9-00થી 2-00 વાગ્યા સુધી ફકત રૂા. 100માં કરી આપવામાં આવશે તેમજ દર શનિવારે ડાયેટ પ્લાનીંગ આપવામાં આવશે. આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે 9409330034 પર સંપર્ક કરી શકાશે.