‘લલિતાલય’ સેન્ટર દ્વારા સામાન્ય રીતે 4000 રૂપિયામાં થતાં મેડિકલ રિપોર્ટ ટોકન દરે એટલે કે 400 રૂપિયામાં કરી અપાશે
ડાયાબિટીસના કારણે થતી પગની તકલીફોની વિનામૂલ્યે તપાસ તેમજ રાહતદરે બોડી ચેકઅપ કેમ્પનું પણ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા આગામી તા. 31 ને શુક્રવારે રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષારભાઇ શાહ, તેમના પત્ની નેહલબેન શાહ સાથે આવી રહ્યા છે. તુષારભાઇ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર છે, જ્યાં એક સાથે 5500 રોટેરિયન અને 100 ક્લબનો સમાવેશ થાય છે. તેમણે રોટરીમાં વિવિધ જવાબદારીઓ કુનેહપૂર્વક નિભાવીને નેતૃત્વ માટે મજબૂત પાયો ઉભો કર્યો છે.
રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન 27 વર્ષથી વિવિધ સેવા-સમાજ કલ્યાણના કાર્યોમાં કાર્યરત છે તેમના દ્વારા તુષાર શાહના આગમન સંદર્ભે વિવિધ સમાજ સેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાએ આર્થિક પછાત વર્ગની વસાહતના વિદ્યાર્થીના સર્વાગી વિકાસમાં સહાયક થઇ શકે તે માટે મિની લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે.
રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન સંચાલિત મહિલા સ્વરોજગાર તાલીમ કેન્દ્ર સ્વાશ્રય દ્વારા બહેનોને રોજગારની તકો મળી રહે અને તેમને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે સિવણ કામ માટેના સંચાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સાથોસાથ ફર્સ્ટ લેડી નેહલબેન શાહના વરદહસ્તે પદ્મકુંવરબા હોસ્પિટલમાં ન્યુબોર્ન બેબીની કીટનું વિતરણ કરવામાં આવશે. રોટરી મિડટાઉન લાયબ્રેરી છેલ્લાં 19 વર્ષથી કાર્યરત છે અને જેને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ લાયબ્રેરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. જેમાં નવા પુસ્તકોનો ઉમેરો કરવામાં આવશે. રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા નિર્મિત ગુજરાતનું સર્વપ્રથમ- એક અતિ આધુનિક ડાયાબિટીસને સમર્પિત ‘રોટરી લલિતાલય હોસ્પિટલ’ દ્વારા જરૂરિયાતમંદ એવા દરેક વ્યક્તિઓ માટે બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેબોરેટરી દ્વારા થતાં રિપોર્ટ, CBC, LIPID PROFILE, RENAL PROFILE, CALCIUM, PHOSPHORUS, BLOOD SUGARS, ECG, BODY COMPOSITION ANALYSIS, , ડાયટીશીયન દ્વારા તપાસ અને આ બધા જ રિપોર્ટ બાદ જરૂરી એવા માર્ગદર્શન માટે ડોક્ટર દ્વારા તપાસ કરી આપવામાં આવશે. સામાન્ય રીતે ઉપરોક્ત બધા જ રિપોર્ટની કિંમત 4000/- થતી હોય છે એ રિપોર્ટ 90% ડિસ્કાઉન્ટ સાથે ફક્ત 10%ના ટોકન દરે એટલે કે રૂા. 400માં કરી આપવામાં આવશે. તદ્દઉપરાંત રોટરી લલિતાલય દ્વારા પગમાં ન રૂઝાતા ઘારા, પગમાં સુકાતી નસો તથા મગજની નસ સૂકાવી તેમજ ડાયાબિટિક ફૂટ જેવી ડાયાબિટીસના કારણે થતી પગની તકલીફોની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે તેમજ આ કેમ્પમાં પગના જ્ઞાનતંતુઓની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. રોટરી લલિતાલય હોસ્પિટલ દ્વારા આયોજિત કેમ્પમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ કેમ્પ રોટરી લલિતાલય હોસ્પિટલ, 6- ગીતગુર્જરી સોસાયટી, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેનો રોડ, જુના એરપોર્ટ રોડ પાસે, રાજકોટ ખાતે યોજાશે. કેમ્પના રજિસ્ટ્રેશન માટે ફોન 89800 02026, 94093 30034/35 અને સ્વાશ્રયના એક મહિનાના ફ્રી સિવણ કોર્સમાં નામ નોંધાવવા 95580 43430 પર સંપર્ક કરી શકાશે.