ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.05
જૂનાગઢ એશિયાનો સૌથી ઊંચો અને લાંબો ગીરનાર રોપ-વે આજે પર્વત પર ભારે પવનના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સોરઠ પંથક સહીત બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગીરનાર પર્વત 60 થી 70 કીમી. ઝડપે પવન ફૂંકાતા ગીરનાર રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો રોપ-વે બંધ થતા એનેક યાત્રીકો નીરાશ થયા હતા જ્યારે અન્ય યાત્રીકોએ પગપાળા સીડી ચડીને ગીરનાર યાત્રા શરૂ કરી હતી જો પવનની ગતી ધીમી પડશેતો બપોર બાદ ફરી શરૂ કરવામાં આવશે