ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર રોપ-વે ગઈકાલે પણ 60 કિમિ આસપાસ પવન ફુંકાતા ગઈકાલ ધીમીગતિએ રીર્ટન રોપ-વે શરુ રાખ્યો હતો જયારે આજે પણ પવનની ગતિ 60 કિમિ આસપાસ હોવાના કારણે આજે પણ રોપ-વે સવારથી બંધ રાખ્યો છે અને ઓનલાઇન ટિકિટ બુકીંગ બંધ કરવામાં આવ્યું છે જો બપોર બાદ પવનની ગતિ ધીમી થશે અને પ્રતિકૂળ વાતાવરણ હશે તો ચાલુ કરશે આમ બે દિવસથી પવનની ગતિ વધતા રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.