– અલ વેહદા વિરુદ્ધ અલ નાસરની કમાન સંભાળતાં રોનાલ્ડોએ ચાર ગોલ ઝૂડ્યા
પોર્ટુગલના સુપરસ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી છે. તેણે પોતાના ક્લબ કરિયરનો 500મો ગોલ કરીને ઈતિહાસ રચી દીધો છે. અબ્દુલ અજીજ સ્ટેડિયમમાં અલ વેહદા વિરુદ્ધ અલ નાસર માટે ચારેય ગોલ રોનાલ્ડોના પગમાંથી નીકળ્યા હતા. પોતાનો 38મો જન્મદિવસ મનાવ્યાના ચાર દિવસ બાદ રોનાલ્ડોએ બન્ને હાફમાં બે-બે ગોલ કર્યા હતા જેમાં ત્રણ મેદાની ગોલ રહ્યા જ્યારે એક પેનલ્ટીથી આવ્યો હતો.
- Advertisement -
આ ચાર ગોલની મદદથી ક્લબ ફૂટબોલમાં તેના 503 ગોલ પૂર્ણ થઈ ગયા છે. પાંચ વખતનાર બૈલન ડી’ઓર વિજેતા રોનાલ્ડોએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં જ અલ નાસર સાથે કરાર કર્યો હતો જે જૂન-2025 સુધી યથાવત રહેશે. આ માટે ક્લબે તેને 200 મિલિયન યૂરો ડોલર ચૂકવ્યા હતા. તે ટીમનો કેપ્ટન પણ છે. અલ નાસર 16 મુકાબલા બાદ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રોનાલ્ડો અત્યાર સુધી રિયલ મેડ્રિડ, યુવેન્ટસ અને મેન્ચેસ્ટર યુનાઈટેડ જેવા ટોચના ક્લબ વતી રમી ચૂક્યો છે.
રોનાલ્ડો ક્લબ કરિયરમાં 500 ગોલ ફટકારાનો માત્ર પાંચમો ફૂટબોલર છે. આ પહેલાં બ્રાઝીલના પેલે અને રોમારિયો, ફ્રાન્સના પુસ્કાસ અને ચેક રીપબ્લીકના જોસેફ બિકાને આ કારનામું કર્યું છે. રોનાલ્ડો ફૂટબોલ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી પણ છે તેણે પોતાના દેશ પોર્ટુગલ માટે 118 ગોલ ફટકાર્યા છે.